ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન વચ્ચે સિકંદરાબાદમાં 50 જવાનો ફસાયા

કોરોના વાઇરસના કારણે સરકારને લોકડાઉન કરવાની ફરજ પડી હતી, ત્યારે અનેક લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા. રાજ્યમાંથી શ્રમજીવીઓએ પગપાળા વતન તરફ દોટ મૂકી હતી. તેવા સમયે ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાના 50 આર્મીના જવાનો નિવૃત્તિના કારણે ઘરે આવવાની તૈયારી કરી રહ્યા હતા. તેવા સમયે જ લોકડાઉન થતા સિકંદરાબાદમાં ફસાઈ ગયા હતા. સરકાર તરફ મદદની ગુહાર લગાવવામાં આવી છે. આ જવાનોમાં દહેગામના ચેખલા પગી ગામનો જવાન પણ સામેલ છે.

સિકંદરાબાદમાં 50 જવાનો ફસાયા
સિકંદરાબાદમાં 50 જવાનો ફસાયા

By

Published : Apr 26, 2020, 11:17 AM IST

ગાંધીનગરઃ સરહદ ઉપર દેશની સુરક્ષા કરતા સૈનિકો અનેક મુસીબતોનો સામનો કરતા હોય છે. ઠંડી, ગરમી અને વરસાદનો સામનો કરીને પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય છે. આ સૈનિકો ફરજ દરમિયાન ઘરે આવતા હોય ત્યારે અનહદ ખુશી હોય છે. જ્યારે નિવૃત્તિ બાદ ઘરે આવવાનું હોય તે ખુશી વર્ણવી શકાય તેવી હોતી નથી. એવા સમયે ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાના આર્મીમાં ફરજ બજાવતા સૈનિકો ગત 31 માર્ચના રોજ નિવૃત્ત થયા છે. એક તરફ પોતાના વતનમાં આવવાની તૈયારી કરી રહ્યા હતા, તેવા સમયે કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થતા સૈનિકોને વતન આવવા માટે રાહ જોવી પડી રહી છે.

સિકંદરાબાદમાં 50 જવાનો ફસાયા

નિવૃત્ત થયેલા અને લોકડાઉનમા ફસાયેલા જવાનોએ પોતાની વ્યથા રજૂ કરતાં ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, જય હિન્દ સાહેબ, અમે અહીં 31 માર્ચ 2020નાં રોજ ભારતીય સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છીએ અને હાલ અમે લોકડાઉનના કારણે તેલંગણા રાજ્યના સિકંદરાબાદ શહેરમાં ફસાયેલા છીએ. જેમાં લખનઉમાં ફસાયેલા ગુજરાતના નિવૃત્ત જવાનોને સૌરભ પટેલે ગુજરાતમાંથી બસ મોકલીને જવાનોને પોતાના વતનમાં પરત કર્યા છે. એમ અમને પણ મદદ કરવા વિનંતી છે. અમે અહીં 50 ગુજરાતી જવાનો છીએ અને અહીં અમને એમ કેહવામાં આવ્યું છે કે, તમે તમારા રાજ્યમાં મદદ માટે વાત કરો પછી તમને અમે અહીંથી છોડીશું. અમને આશા કરીએ છીએ કે, તમે અમારી મદદ કરશો.

ABOUT THE AUTHOR

...view details