ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓમાં 50% પ્રવાસીઓનો વધારો - statue of unity news today

નર્મદાઃ વિશ્વમાં સૌથી ઉંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018ના રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં 27 લાખ કરતા વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. ત્યારે માત્ર દિવાળીની રજાઓમાં 3 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ત્યારે ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વ માટે પ્રવાસન સ્થળ બન્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

By

Published : Nov 12, 2019, 12:24 AM IST

ભારત દેશને અખંડ ભારત બનાવનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે 182 મીટરની પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ અને દુનિયાના અનેક પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં એક કરતાં વધુ વખત આવી ગયા છે અને સરકારી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. તેવા સમયે માત્ર દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે 3 લાખ જેટલા પ્રવાસીઓ નોંધાયા છે.

ગત 1 નવેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2019 સુધી એક વર્ષના સમયગાળામાં 27,17,468 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જ્યારે 10 નવેમ્બર 19 સુધીમાં કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેમા 2,91,640 લગભગ 10 ટકા જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી છે. ગયા વર્ષની દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીઓની સામે ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ નોંધાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો અને રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો "ગ્લો ગાર્ડન" પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 4 થી 5 હજાર પ્રવાસીઓ ઉમટે છે. આમ કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરુ આકર્ષણ સ્થળ બનતા પ્રવાસીઓની સંખ્યામાં 50.4 % વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details