- રાજ્યમાં વરસાદ નોંધાતા પાણીની અછત દૂર થવાની સંભાવના
- રાજ્યના તમામ ડેમોમાં થઈ પાણીની આવક
- 14 ડેમ એલર્ટ અને 14 ડેમમાં 90 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો
- સરદાર સરોવરમાં 3 દિવસમાં 2 ટકા પાણીનો જથ્થો વધ્યો
ગાંધીનગર: ગુજરાતમાં ઓગસ્ટ માસના અંત સુધીમાં 45 ટકાની આસપાસ જ વરસાદ પડ્યો હતો, ત્યારે સપ્ટેમ્બર માસના શરૂઆતના દિવસોમાં વરસાદે ફરીથી બેટિંગ કરતાં રાજ્ય સરકાર અને રાજ્યના ખેડૂતોને હાશકારો મળ્યો છે. વરસાદની બીજી ઇનિંગના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નવું જીવન પ્રાપ્ત થયું છે. રાજ્યમાં સારો વરસાદ પડતાં તમામ જળાશયોમાં પાણીની આવક થઇ છે અને રાજ્યના કુલ 207 જળાશયોમાં 56.65 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે.
છેલ્લા 3 દિવસમાં કેટલો જથ્થો વધ્યો
છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ તમામ જગ્યાએ વરસાદ સારો પડી રહ્યો છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 207 જળાશયોમાં વધુ કુલ 4 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. આમ સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદથી પાણીનો સંગ્રહ કરવાની શરૂઆત થઇ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 14 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયા છે. સાથે જ 14 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.
જળાશયોમાં પાણીનું પ્રમાણ
- 14 જળાશયો હાઈ એલર્ટ
- 14 જળશયોમાં 90 ટકા પાણી
- 7 જળશયોમાં 80થી 90 ટકા પાણી
- 17 જળાશયોમાં 70 થી 80 ટકા પાણી
- 168 જળાશયોમાં 70 ટકા પાણીનો સંગ્રહ