- ગાંધીનગરની ફાર્મા કંપનીમાં સર્જાયો અકસ્માત
- ETP પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા મજૂરોના મોત
- ટાંકીમાં ગેસ ગળતરથી મજૂરોના મોત
ગાંધીનગર: ભાઈબીજના દિવસે ગાંધીનગરના ખાત્રજ ખાતે એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. જેમાં ખાત્રજ ખાતે આવેલી એક પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તેના ETP પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા પાંચ મજૂરોનાં મોત (Gandhinagar Khatraj Pharma Company) થયા છે.
પાણીને ટ્રીટ કરવા વપરાય છે ETP પ્લાન્ટ
ગાંધીનગરના ફાયર અધિકારી મહેશ મોઢે જણાવ્યું હતું કે, આ પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નીકળતા અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ETP પ્લાન્ટ વપરાય છે. આ અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટમાં સફાઈ કરવા માટે પ્રથમ એક મજુર ઉતર્યો હતો. તે બહાર ના આવતા, એક પછી એક અન્ય ચાર મજૂર ઉતર્યા હતા. જે તમામનું ઝેરી ગેસ શ્વાસમાં જવાથી મૃત્યુ થયું હતું. ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. પ્રથમ દ્રષ્ટિએ આ સંપૂર્ણ ઘટના ઇલેટ્રીક શોકથી બની હોવાનું લાગી રહ્યું છે. છતાં આ તપાસનો વિષય છે. કંપની પાસે કોઈપણ સેફટી ઉપકરણ નહોતાં.
ઓકિસજન માસ્ક પહેરી ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા
સવારે બનેલી આ ઘટનામાં પોલીસને જાણ થતા પોલીસ પહોંચી હતી, પરંતુ પરિસ્થિતિ પારખીને ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફાયરના જવાનોએ ઓક્સિજન બોટલ સાથે માસ્ક પહેરીને પાંચેય મૃતદેહને બહાર કાઢ્યા હતા.