ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં કોરોનાના નવા 5 કેસ, કુલ પોઝિટિવ કેસ 30 - Corona Gujarat

ગાંધીનગરમાં કોરોના વાઇરસનો પ્રકોપ હવે ધીરે ધીરે વધવા લાગ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં નવા પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ શહેરી વિસ્તારના અને બે ગ્રામ્ય વિસ્તારના સમાવેશ થાય છે. નવા 5 કેસો નોંધાતા જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 30 પર પહોંચી છે.

ગાંધીનગરમાં કોરોનાના નવા 5 કેસ, કુલ પોઝિટિવ કેસ 30
ગાંધીનગરમાં કોરોનાના નવા 5 કેસ, કુલ પોઝિટિવ કેસ 30

By

Published : Apr 27, 2020, 11:23 AM IST

ગાંધીનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં નવા પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ શહેરી વિસ્તારના અને બે ગ્રામ્ય વિસ્તારના સમાવેશ થાય છે. નવા 5 કેસો નોંધાતા જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 30 પર પહોંચી છે.

શહેરમાં 26 એપ્રિલના રોજ સેક્ટર 3c મા રહેતા મહિલા પોઝિટિવ આવ્યા હતા. જેથી તેમના સંપર્કમાં આવવાના કારણે તેમના 63 વર્ષીય પતિ અને આશરે 30 વર્ષીય પુત્રને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ ઘરમાં રહેતા હોવાના કારણે પિતા-પુત્ર સંક્રમિત થયા છે. આ મહિલા અમદાવાદમાં બેસણામાં ગયા હતા. ત્યારબાદ તેઓ સંક્રમિત થયા હતા. જ્યારે સેક્ટર 7મા રહેતી એક 25 વર્ષીય યુવતિ પણ પોઝિટિવ આવી છે. હાલમાં મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ આ ત્રણ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી છે. તેમજ સેક્ટર 7માં રહેતી યુવતી કેવી રીતે સંક્રમિત થઇ તેની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં આજે નવા બે કેસ સામે આવ્યા છે જેમાં ભાટ ગામમા રહેતો 22 વર્ષીય યુવક એપોલો હોસ્પિટલની કેન્ટીનમાં ફરજ બજાવી રહ્યો હતો, તે સંક્રમિત થયો છે. તેની સાથે ગાંધીનગર પાસે આવેલા પેથાપુરમાં રહેતો એક યુવકને પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકો કોને કોને મળ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ભાટ ગામના યુવાનને બાદ કરતા તમામ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details