- કોરોના કાળમાં લોકો ગેરકાયદેરસર પ્રવૃતિ તરફ વળ્યા
- ગાંધીનગરમાં એક બિલ્ડરની કારમાંથી 5 લાખની ચોરી
- પોલીસે હવે સમગ્ર મુદ્દે રસ્તા પર સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી
ગાંધીનગર: રાજ્યનું પાટનગર ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ ગાંધીનગરમાં સામાન્ય બનતી જાય છે. ત્યારે ધોળા દિવસે સેક્ટર-3 ન્યુમાં ઘર પાસે પડેલી કારનો કાચ તોડી પાંચ લાખ રૂપિયાની રકમ લઈ ત્રણ શખ્સો ફરાર થયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બિલ્ડરની કારનો કાચ તોડીને પાંચ લાખ રૂપિયાની ઉઠાંતરી
શહેરમાં સે-3-ન્યૂ ખાતે બુધવારે બપોરે બિલ્ડરની કારનો કાચ તોડીને પાંચ લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ છે. બિલ્ડર ગણપતભાઈ પરમારના મકાનનું રિનોવેશન ચાલી રહ્યું હતુ. જેને પગલે તેઓ કાર લઈને મકાનનું કામ જોવા માટે આવ્યા હતા. બપોરના સમયે એક બાઈક પર ત્રણ શખ્સો આવ્યા હતા.