ગાંધીનગર : રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પાંચ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના કલેક્ટર તરીકે કે કે નિરાલાને સચિવાલયમાં ગૃહવિભાગના અધિક સચિવ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સંદીપ સાંગલેને અમદાવાદના કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજ્યમાં 5 IAS અધિકારીઓની બદલી, અમદાવાદ અને પાટણના કલેકટર બદલાયાં - સીએમઓ ગુજરાત
રાજ્યમાં વહીવટી સરળતા માટે આજે રાજ્ય સરકાર દ્વારા 5 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યાં છે. છેલ્લાં ઘણાં દિવસોથી બદલીના હુકમ આવવાની મીટ માંડી રહેલા અધિકારીઓની રાહનો આજે અંત આવ્યો છે. જેમાં અમદાવાદ અને પાટણના કલેક્ટરની પણ બદલીના હુકમ કરાયાં છે.
રાજ્યમાં 5 IAS અધિકારીઓની બદલી, અમદાવાદ અને પાટણ કલેકટર બદલાયાં
આમ હવે આઈએએસ અધિકારીઓની બદલીનો દોર સમાપ્ત થયો છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં વહીવટીતંત્ર અને સફળતાને ધ્યાનમાં લઈને વધુ સંદીપ અધિકારીઓની બદલી થવાની પણ શક્યતાઓ દર્શાવી રહી છે.