- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં 495 પોઝિટિવ કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 700 દર્દીઓ આપવામાં આવી રજા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા, 2 ના મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. રાજયમાં કોરોના થી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.88 ટકા થયો છે.
ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકતા રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 ના મોત નિપજ્યા છે. જે મોત ફક્ત અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં વધારો
રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.88 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં સોમવારે કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. પરંતું રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,45,808 દર્દીઓએ કોરોના સામેની જંગના જીત મેળવી છે.