ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં વિકરાળ બનતો કોરોના, નવા 4,541 કેસ, કુલ 42 લોકોના થયા મોત - Total Deaths from Corona in Ahmedabad

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાય રહ્યા છે. ત્યારે આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 4,541 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 42 દર્દીના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં વિકરાળ બનતો કોરોના
ગુજરાતમાં વિકરાળ બનતો કોરોના

By

Published : Apr 9, 2021, 11:03 PM IST

  • રાજ્યમાં કોરોનાના કુલ 22 હજાર 692 એક્ટિવ કેસ
  • રાજ્યમાં શુક્રવારે કોરોનાથી 42 લોકોના મોત
  • સ્વસ્થ થનારા લોકોની કુલ સંખ્યા 3 લાખ 9 હજાર 626

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના 4 હજારથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આજે શુક્રવારે કોરોનાના નવા 4,541 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 42 દર્દીના મૃત્યુ થયા છે.

કોરોના ગ્રાફ

આ પણ વાંચોઃ રાજકોટમાં સ્માશાન ગૃહમાં લાગી મૃતદેહોની લાંબી લાઈન

કોરોનાથી મોતની સંખ્યામાં પણ સતત વધારો

રાજ્યમાં કોરોનાના કેસની સાથે સાથે કોરોનાથી મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 42 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ કુલ 42 મોતમાંથી સુરતમાં 15, અમદાવાદમાં 12 મોત, વડોદરામાં 6 અને રાજકોટમાં 3 લોકોના મોત થયા છે. જયારે ગાંધીનગરમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું.

91.87 ટકા લોકોએ કોરોનાને માત આપી

રાજ્યમાં આજે શુક્રવારે કુલ 2280 લોકોએ કોરોનાને માત આપી છે. જયારે 2 લાખ 82 હજાર 268 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 91.87 ટકા લોકોએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃ સુરતના સ્મશાનગૃહોમાં લાંબી કતાર, મૃતદેહો બારડોલી મોકલાયા

સરકારનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને કોરોના રસી આપવામાં આવે

આજે કોરોનાથી સ્વસ્થ થનારા 2280 લોકોની સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 3 લાખ 9 હજાર 626 થઈ છે. જે કુલ દર્દીના 91.87 ટકા થાય છે. આમ રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારાઓનો રેટ ઉંચો છે. સરકારનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને કોરોના રસી આપવામાં આવે તે પણ છે.

રાજ્યના કોરોના દર્દીઓની સ્થિતી શું?

રાજ્યમાં હાલ કુલ 22 હજાર 692 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 187 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, જયારે બાકીના 22 હજાર 505 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધી 3 લાખ 9 હજાર 626 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4697 લોકોના કોરોનાથી મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details