- સાયબર ગુનાઓ ઘટાડવા માટે વોલિયન્ટરોની મદદ લેવાઈ
- વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સહિતનાં તજજ્ઞોની લેવામાં આવશે મદદ
- સાયબર વોલિયન્ટર, સાયબર ગુરુ અને સાયબર વોરિયર્સ હવે એક સાથે કામ કરશે
ગુજરાતમાં સાયબર ક્રાઈમને ઘટાડવા 4500 વોલેન્ટિયર્સ એક્ટિવ
સાયબર ક્રાઈમને ઘટાડવા માટે ગુજરાત રાજ્યનાં સાયબર વિભાગ દ્વારા ખાસ પગલાં અને પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાત સીઆઇડી ક્રાઇમ અને સાયબર ક્રાઇમ દ્વારા 4500 જેટલા સાયબર વોલિયન્ટર, સાયબર ગુરુ અને સાયબર વોરિયર્સની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર: વર્તમાન સમયમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સહિતનાં ઈલેક્ટ્રીક માધ્યમનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે તેનાથી કોઈપણ ગુનાને અંજામ આપી શકાય છે. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમને ઘટાડવા અને લોકોને સાયબર ક્રાઈમથી દૂર રાખવા માટે ગુજરાત રાજ્યનાં સાયબર વિભાગ દ્વારા ખાસ પગલાં અને પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સીઆઇડી ક્રાઇમ અને સાયબર ક્રાઇમ દ્વારા 4500 જેટલા સાયબર વોલિયન્ટર, સાયબર ગુરુ અને સાયબર વોરિયર્સની નિમણૂક કરવામાં આવી છે.