ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 2 માસમાં માસ્કને લીધે સરકારને 45 કરોડની આવક - gandhinagar daily updtaes

રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે માસમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી હતી. ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, પણ મે મહિનાથી રાજયમાં ધીમે-ધીમે કોરોનાના પોઝિટિવ કેસનો આંક નીચે તરફ ગયો અને છેલ્લા 1 માસથી હવે રોજના 50થી ઓછા કેસો સામે આવ્યા ત્યારે લોકોમાં ફરી કોરોનાનો ડર ગુમ થયો છે. ત્યારે જાહેરમાં માસ્ક વગર ફરતા અને જાહેરમાં થુંકતા લોકો વિરુદ્ધ રાજ્યની પોલીસ દ્વારા 45,17,20,500ની રકમની વસુલાત કરવામાં આવી છે.

છેલ્લા 2 માસમાં માસ્કને લીધે સરકારને 45 કરોડની આવક
છેલ્લા 2 માસમાં માસ્કને લીધે સરકારને 45 કરોડની આવક

By

Published : Aug 4, 2021, 4:28 PM IST

  • રાજ્યમાં છેલ્લા 2 માસમાં દંડની આવક થઈ જાહેર
  • રાજ્યમાં જૂન અને જુલાઈમાં 45 કરોડથી વધુનો દંડ વસુલયો
  • માસ્ક અને જાહેરમાં થુંકવા બદલ સરકારે 45 કરોડ વસુલયા

ગાંધીનગર: દેશમાં કોવિડ 19ની બીમારીથી બચવા માટે કેન્દ્ર સરકારે ફરજીયાત માસ્ક, સામાજિક અંતર અને વારંવાર હાથને સેનેતાઈઝ કરવાના નિયમો બનાવવામાં આવ્યા છે. જ્યારે જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ પણ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ પોલીસને દંડ વસુવાની સત્તા આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફક્ત છેલ્લા 2 જ માસમાં 45 કરોડથી વધુનો દંડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

45 કરોડનો દંડ ફક્ત 2 મહિનામાં વસુલયો

રાજ્યમાં માર્ચ એપ્રિલ અને મે માસમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી હતી. ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, પણ મે મહિનાથી રાજયમાં ધીમે-ધીમે કોરોનાના પોઝિટિવ કેસનો આંક નીચે તરફ ગયો અને છેલ્લા 1 માસથી હવે રોજના 50થી ઓછા કેસો સામે આવ્યા ત્યારે લોકોમાં ફરી કોરોનાનો ડર ગુમ થયો છે. ત્યારે જાહેરમાં માસ્ક વગર ફરતા અને જાહેરમાં થુંકતા લોકો વિરુદ્ધ રાજ્યની પોલીસ દ્વારા 45,17,20,500ની રકમની વસુલાત કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ દંડ અમદાવાદ શહેરમાં વસૂલાયો છે. જ્યારે સૌથી ઓછો દંડ રાજ્યના પાટનગરમાં વસૂલાયો છે.

ક્યાં કેટલો દંડ વસુલવામાં આવ્યો

શહેર જૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ શહેર જૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ
અમદાવાદ શહેર 6,61,23,000 4,11,08,000 10,72,31,000 સાબરકાંઠા 5767000 5137000 10904000
સુરત શહેર 25409000 16301000 41710000 મહેસાણા 7831000 5065000 12896000
વડોદરા શહેર 1,71,88,000 96,81,000 26869000 વડોદરા ગ્રામ્ય 4965000 1188000 6153000
રાજકોટ શહેર 41290500 24339000 65629500 ભરૂચ 4651000 2504000 7155000
અમદાવાદ ગ્રામ્ય 4545000 2435000 6980000 નર્મદા 824000 878000 1702000
આણંદ 4143000 1636000 5779000 છોટાઉદેપુર 2069000 1487000 3556000
ખેડા 7133000 4753000 11886000 પંચમહાલ 4997000 2446000 7443000
ગાંધીનગર 2479000 282000 2771000 મહીસાગર 2169000 834000 3003000
અરવલ્લી 2026000 871000 2897000 દાહોદ 3497000 1879000 5376000
શહેર જૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ શહેર જૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ
વલસાડ 2648000 1530000 4178000 ગીર-સોમનાથ 2417000 2161000 4578000
નવસારી 2486000 1571000 4057000 પોરબંદર 1202000 429000 1631000
ડાંગ 451000 1113000 1564000 સુરત ગ્રામ્ય 6827000 4381000 11208000
તાપી 2545000 1713000 4258000 જૂનાગઢ 2661000 2371000 5038000
રાજકોટ ગ્રામ્ય 6043000 3102000 9145000 ભાવનગર 8194000 6520000 14774000
મોરબી 4999000 3366000 8365000 બોટાદ 2247000 761000 3008000
જામનગર 6356000 4225000 10581000 અમરેલી 998000 703000 1701000
દેવભૂમિ દ્વારકા 1144000 860000 2004000 કચ્છ-ભૂજ 2895000 1784000 4679000
સુરેન્દ્રનગર 2749000 1391000 4140000 કચ્છ પૂર્વ 2068000 805000 2873000
શહેર જૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ શહેર જૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ
બનાસકાંઠા
8851000 5349000 14200000 પશ્વિમ રેલ્વે અમદાવાદ 1304000 792000 2096000
પાટણ 3069000 1682000 4751000 પશ્વિમ રેલ્વે વડોદરા 2056000 1165000 3221000

મેં મહિના થી દંડમાં તબક્કાવાર ઘટાડો

રાજ્યમાં મે માસની સરખામણીએ જોઈએ તો તબક્કાવાર દંડની રકમમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે કે પ્રજામાં માસ્ક પ્રત્યે જાગૃતિ આવી છે. જો મે માસની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાંથી કુલ 37 કરોડ જેટલો દંડ વસૂલાયો છે. જ્યારે જૂન માસમાં આ રકમમાં ઘટાડો થઈ 28 કરોડ સુધી પહોંચ્યો અને બાદમાં જુલાઈ માસમાં આ રકમ 17 કરોડ સુધી પહોંચી છે.

આ પણ વાંચો:ભાવનગર શહેર જિલ્લાના 23 પોલીસ સ્ટેશને માસ્કનો 1,22,869 દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં વધુ દંડ

જૂન અને જુલાઇ માસ દરમિયાન અમદાવાદ શહેરમાં 6,61,23,000 જૂન મહિના અને જુલાઈમાં 4,11,08,000નો દંડ થઈને કુલ 2 માસમાં 10,72,31,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 24,79,000 જૂન માસમાં અને જુલાઈ માસમાં- 2,82,000 કરીને કુલ 2 માસમાં 27,71,000 નો રાજ્યમાં સૌથી ઓછો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આમ, એકંદરે રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં દંડની વસૂલાત થઈ છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં સૌથી ઓછો દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો:Kullu પ્રશાસનનો આદેશઃ આમ કરશો તો થશે 5000 સુધીનો દંડ, મોટીસંખ્યામાં ટુરિસ્ટ ફરવા આવતાં ચેતવણી

વર્ષ 2020 થી 270 કરોડ નો દંડ વસુલ કરવામાં આવ્યો

ગુજરાતમાં દંડ ની વસૂલાત બાબતે એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, રાજયમાં જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે. ત્યારથી આજ દિવસ સુધીમાં કુલ 270 કરોડ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details