ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 424 કેસ નોંધાયા, રિકવરી રેટમાં ઘટાડો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 424 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 301 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.62 ટકા નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના નવા 424 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના નવા 424 કેસ નોંધાયા

By

Published : Feb 25, 2021, 9:25 PM IST

રાજ્યમાં કોરોનાના નવા 424 પોઝિટિવ કેસ

છેલ્લાં 24 કલાકમાં એકનું મોત

કુલ 8,19,801 લોકોનું રસીકરણ કરાયું

રિકવરી રેટમાં ઘટાડો, રેટ 97.62 ટકા થયો

ગાંધીનગર: રાજ્યમાં દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી, પરંતુ સરકાર દ્વારા લગાવવામાં આવેલા કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો હતો. જોકે, હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે રિકવરી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 424 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 301 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.62 ટકા નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના નવા 424 કેસ નોંધાયા

7 જિલ્લામાં એક પણ નવો પોઝિટિવ કેસ નહીં

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લા જેવા કે, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 7 જિલ્લાના કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,19,801 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 1,15,338 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1919 પોઝિટિવ કેસ છે. જેમાં 35 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1956 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,62,172 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4408 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 54 કેસ નોંધાયા છે. વડોદરામાં 79, રાજકોટમાં 54 અને સુરતમાં 79 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details