ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભરૂચ ફલાય ઓવરબ્રીજ માટે રૂપિયા 41 કરોડની રકમ કરાઈ મંજૂર - ગાંધીનગર

રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભરૂચ શહેરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 41 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભરૂચ ફલાય ઓવરબ્રીજ માટે રૂપિયા 41 કરોડની રકમ કરાઈ મંજૂર
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભરૂચ ફલાય ઓવરબ્રીજ માટે રૂપિયા 41 કરોડની રકમ કરાઈ મંજૂર

By

Published : Jun 25, 2021, 9:18 PM IST

  • 7 કોર્પોરેશન બાદ હવે ભરૂચમાં બનશે ફ્લાયઓવર
  • મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 41 કરોડ મંજુર કર્યા
  • ભરૂચ શહેરમાં બનશે ફ્લાયઓવર


ગાંધીનગર : રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભરૂચ શહેરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 41 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, આમ ભરૂચ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે રાજ્ય સરકારે બ્રિજ બનાવવાની યોજના અમલમાં મૂકી છે.

કેવો બનશે ફ્લાયઓવર

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફ્લાયઓવર બાબતે ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે રૂ. 41 કરોડ મંજૂર કર્યા છે. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો ફલાય ઓવર બનશે.

ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રિજની કામગીરીથી આવરી લેવાશે

ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.

7 નગરમાં 289.50 કરોડના ફ્લાયઓવર

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના 7 નગરોમાં આવા ફલાયઓવર માટે રૂપિયા 289.50 કરોડની રકમ મંજૂર કરેલી છે, આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓમાં 29 ફલાય ઓવરબ્રીજ રૂપિયા 1485 કરોડના ખર્ચે મંજૂર કરેલા છે.

ABOUT THE AUTHOR

...view details