- છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ દર ઘટ્યો
- રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો
- અમદાવાદમાં કોરોના કેસોએ ચિંતા વધારી
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા 11 નવેમ્બરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 40 પોઝિટિવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ ચિંતાજનક છે. નવેમ્બર માસમાં અગાઉના મહિના કરતા કોરોના કેસોમાં વધારો થયો છે.
અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો
કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં અચાનક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જે કોરોના કેસો 3થી 5 આવતા હતા તે 4 ગણા વધ્યા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 14 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 234 એક્ટિવ કેસો અને 07 દર્દી વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. અમદાવાદ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસો નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ