ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારની જાહેરાત : દિવ્યાંગોને પંચાયત સેવા વર્ગ-3ની ભરતીમાં 4 ટકા અનામત - 4 percentage reservation for the disabled

રાજ્યમાં દિવ્યાંગોને સમાન હક અને સમાન અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે આજે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન પ્રમાણે હવે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

By

Published : Sep 9, 2021, 2:55 PM IST

  • હવે પંચાયતી વિભાગમાં વર્ગ-3માં વિકલાંગોને અનામત
  • રાજ્ય સરકાર પંચાયતી વર્ગ-3માં 4 ટકા અનામત આપશે
  • પેટા તજજ્ઞ સમિતિ દ્વારા કરાઈ હતી ભલામણ

ગાંધીનગર : રાજ્યમાં દિવ્યાંગોને સમાન હક અને સમાન અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે આજે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતી છઠ્ઠી નિમણૂકમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 4 ટકા અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

પેટા તજજ્ઞ કમિટી દ્વારા કરાઈ ભલામણ

પંચાયત વિભાગના પરિપત્ર પ્રમાણે ધ રાઇઝ ઓફ પર્સનલ એક્ટ 2016ની કલમ 34માં થયેલી જોગવાઈ અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી સેવાઓમાં અનામત રાખી જગ્યા પર કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણુંક થઇ શકે તે વિચાર કરવા માટે 29 જુલાઇના રોજ મળેલી પેટા તજજ્ઞ સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતીથી ચાર ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

વિવિધ કેટેગરીની જગ્યામાં દિવ્યાંગ ઉમેદવારોને ચાર ટકા અનામત આપવામાં આવશે

અધિક મદદનીશ ઇજનેર સિવિલ, કમ્પાઉન્ડર ,વિસ્તરણ અધિકારી, કૃષિ વિસ્તરણ અધિકારી ,સહકાર ,આંકડા મદદનીશ ,સંશોધન મદદનીશ ,વિભાગીય હિસાબનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક ,સ્ટાફ નર્સ ,લેબોરેટરી ,ટેક્નિશિયન, મુખ્યસેવિકા ,જુનિયર ક્લાર્ક ,તલાટી ગ્રામપંચાયત મંત્રી, ગ્રામસેવક પશુધન, નિરીક્ષક નાયબ હિસાબનીશ છે.

નવી ભરતી આ નિયમ મુજબ થશે

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન પ્રમાણે હવે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે રાજ્યમાં વર્ગ-3ની જે ભરતીઓ થશે તેમાં નવી પદ્ધતિ મુજબ એટલે કે દિવ્ય ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખીને ભરતીઓ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details