ગુજરાત

gujarat

ETV Bharat / city

આલમપુર APMC સેક્રેટરીના પત્ની સહિત નવા 4 કેસ, આંકડો 35 પહોંચ્યો - latest news of corona virus

ગાંધીનગર શહેરમાં કોરોના વાઇરસ હવે મજબૂત બની રહ્યો છે. ગઈકાલે 6 કેસ આવ્યા બાદ 28 એપ્રિલે નવા 4 કેસનો ઉમેરો થયો છે. ગાંધીનગર APMCના સેક્રેટરી સંક્રમિત થયા બાદ તેમની પત્ની પણ કોરોનાનો ભોગ બન્યા છે. જ્યારે સેક્ટર ત્રણમાં આજે 13 વર્ષનો કિશોર ભોગ બન્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 35 ઉપર પહોંચ્યો છે.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Apr 28, 2020, 3:54 PM IST

ગાંધીનગરઃ કોરોના વાઇરસના 28 એપ્રિલના રોજ ગાંધીનગર શહેરમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ સામે આવ્યા છે, જેમાં ભૂતકાળમાં આલમપુર APMCના સેક્રેટરી યજ્ઞેશ પટેલ સંક્રમિત થયા હતા, ત્યારે આજે તેમની 30 વર્ષીય પત્ની ભોગ બની છે, તેમના પત્ની હાલમાં પ્રેગનેન્ટ છે. બીજી તરફ બે દિવસ પહેલા સેક્ટર 3Cમાં એક મહિલા પોઝિટિવ આવી હતી. ત્યારબાદ તેમના પતિ અને પુત્ર પોઝિટિવ આવ્યા છે. ત્યારે આજે આ મહિલાનો 13 વર્ષીય પૌત્ર કોરોનાનો ભોગ બન્યો છે.

સેક્ટર 8Cમાં 29 વર્ષીય ડોક્ટર યુવતી સંક્રમિત થઈ છે જેને ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ અગાઉ ઝુંડાલ PHCમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ ખોરાણા પોઝિટિવ આવ્યા હતા અને તેમની 29 વર્ષીય પત્ની પણ કોરોના પોઝિટિવ આવી છે, જેને કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ યુવતીને કોબા પ્રેક્ષા ભારતી ખાતે કોરોનટાઇન કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગર જિલ્લામાં નવા વધુ 4 કેસ આવતા આંકડો 35 થયો છે.

ABOUT THE AUTHOR

...view details