ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં 5 દિવસ પહેલા ફાઈવ સ્ટાર હોટેલના કર્મચારીની હત્યા કરનારા 4 આરોપીની ધરપકડ - રેન્જ આઈ.જી. અભય ચુડાસમા

ગાંધીનગરમાં 5 દિવસ પહેલાં ફાઈવસ્ટાર હોટલ લીલાના ઓફિસ આસિસ્ટન્ટનો સેક્ટર 27ના બગીચામાંથી મૃતદેહ મળ્યો હતો. ત્યારે પોલીસે મૃતકના હત્યારા ચાર આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. રાત્રિ દરમિયાન લૂંટના ઈરાદે છરીના તીક્ષ્ણ ઘા મારી મૃતકની હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક સગીર છે.

ગાંધીનગરમાં 5 દિવસ પહેલા ફાઈવ સ્ટાર હોટેલના કર્મચારીની હત્યા કરનારા 4 આરોપીની ધરપકડ
ગાંધીનગરમાં 5 દિવસ પહેલા ફાઈવ સ્ટાર હોટેલના કર્મચારીની હત્યા કરનારા 4 આરોપીની ધરપકડ

By

Published : Oct 14, 2021, 11:29 AM IST

  • ગાંધીનગરમાં 5 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
  • ફાઈવ સ્ટાર હોટેલના કર્મચારીની હત્યા કરનારા 4 આરોપીની ધરપકડ
  • સેક્ટર 27ના બગીચામાં ઓફિસ આસિસ્ટન્ટનો મળ્યો હતો મૃતદેહ
  • મૂળ વડોદરાનો રહેવાસી મૃતક દેવાંશ થોડા મહિના પહેલા અહીં નોકરી કરવા આવ્યો હતો

ગાંધીનગર: 8 ઓક્ટોબરે રોજ પોલીસ કન્ટ્રોલ રૂમમાં અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે, સેક્ટર 27ના બગીચામાં કોઈ મૃતદેહ મળ્યો છે. સ્થાનિક પોલીસે આ અંગે તપાસ કરતા અજાણ્યો મૃતક વ્યક્તિ (મૂળ વડોદરાનો) અને હોટેલ લીલામાં કામ કરતો દેવાંશ ભાટિયા હોવાનું સામે આવ્યું હતું. મૃતક થોડા મહિનાઓથી હોટલમાં કામ કરી રહ્યો હતો. તેના શરીર અને ગરદન પર તેમ જ છાતીના ભાગમાં છરીના ઘા મારી મોત નીપજાવ્યું હતું. સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રૂરતાપૂર્વક લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસે 5 દિવસમાં 4 આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો-Mehndi Murder Case: પ્રેમી સચિન સાથે રહેવું કે નહીં તે માટે ગાંધીનગર જીવન આસ્થા હેલ્પ લાઈનમાં મહેંદીએ માંગી હતી મદદ

રાત્રિ દરમિયાન ચાલતા જઈ રહેલા મૃતક દેવાંશની લૂંટના ઈરાદે હત્યા

પોલીસે જ્યારે દેવાંશ રોમી ભાટિયા મર્ડર કેસની તપાસ શરૂ કરી ત્યારે અમદાવાદથી તેનું લોકેશન બંધ હતું. તેને ટ્રેક કરતા ઓલામાં ગીતા મંદિર ખાતે ઉતરી ગાંધીનગર પથિકાશ્રમ એસ. ટી. ડેપોના કેમેરામાં તેને જોવામાં આવ્યો હતો. દેવાંશ પથિકાશ્રમથી ઘ-રોડ અને સેક્ટર- 16 ખાતે કેમેરા ચેક કરતા ચાલતો જોવા મળ્યો હતો. ઘ- રોડ પરથી સેક્ટર- 16 થઈ ઘ- 5 ખાતે જોવા મળ્યો હતો, પરંતુ સર્કલના કેમેરામાં તેની કોઈ હિલચાલ જાણવા મળી નહોતી. તમામ CCTV ફૂટેજ પોલીસે ચેક કર્યા હતા, પરંતુ રિક્ષાચાલક પાસેથી જાણકારી મળી હતી કે, તેને રિક્ષામાં બેસાડી સેક્ટર- 24 પાસે ઉતાર્યો હતો. ત્યાંથી ચાલતા ગયો હતો. રસ્તામાં તેના પર લૂંટના ઈરાદે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-વડોદરામાં થયેલી માતા- પુત્રીની હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાયો, પતિએ જ પત્ની અને પુત્રીની ગળુ દબાવી કરી હત્યા

1,050 રૂપિયા લેવા સારું એક માસુમનું મર્ડર કર્યું

આ અંગે રેન્જ IG અભય ચુડાસમાએ કહ્યું હતું કે, પોલીસે મિનિટ ટૂ મિનિટ તેની તપાસ કરી હતી, જેમાં ટેક્નિકલ સર્વેલન્સ, પોલીસના ખાનગી બાતમીદારોને આધારે શંકાસ્પદ બાઇક પર જઈ રહેલા 4 આરોપીની જાણકારી મળી હતી. જેમાં માનવ ઉમેશ પવાર (રહે. છાપરા ગાંધીનગર સેક્ટર- 13), આશિષ સોલંકી (રહે. સેક્ટર 13 ગાંધીનગર), ઘનશ્યામ ઉર્ફે કાળુ કાનાણી (રહે, સેક્ટર 13, ગાંધીનગર) તેમ જ અન્ય એક કિશોર કે જેમને LCB ખાતે લાવી પૂછપરછ કરતા તેમને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. દેવાંશ પાસેથી રૂપિયા 1050 લઈ લૂંટ કરી હતી દેવાંશ પાસે રહેલા પર્સ, જરૂરી ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા 1,050 અને મોબાઈલ લઈ છરીના ઘા મારી ભાગી છૂટયા હતા. દેવાંશ અને આ ઈસમો વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં માત્ર થોડા પૈસામાં તેમને તેનું મર્ડર કરી નાખ્યું હતું."

ABOUT THE AUTHOR

...view details