ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે 35 બેડ તૈયાર કરાયા - Gandhinagar civil hospital

ગુજરાત સરકારે તમામ સિવિલ હોસ્પિટલોમાં મ્યૂકરમાઇકોસિસ (mucormycosis) માટેના સ્પેશિયલ બેડ બનાવવા માટેની જાહેરાત કરી હતી જે સંદર્ભે ગાંધીનગર સિવિલમાં પણ અત્યાર ના ધોરણે 35 જેટલા મ્યૂકરમાઇકોસિસના બેડ તૈયાર કરાવવામાં આવ્યા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે 35 બેડ તૈયાર કરાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે 35 બેડ તૈયાર કરાયા

By

Published : May 11, 2021, 4:47 PM IST

  • મ્યૂકરમાઇકોસિસ માટે મોંઘા ઈન્જેકશનનો ઉપયોગ થાય છે
  • એક ઈન્જેક્શનની કિંમત સાત હજારથી પણ વધુ હોય છે
  • ડોક્ટરોની સ્પેશિયલ ટીમ તૈયાર કરી દેવામાં આવી

ગાંધીનગર: ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ મ્યૂકરમાઇકોસિસ (mucormycosis) ના કેસ જોવા મળી રહ્યા છે અને સંખ્યાબંધ દર્દીઓના મોત પણ નિપજી ચૂક્યાં છે. એવા સમયમાં ગુજરાત સરકારે તમામ સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઇકોસિસના બેડ તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો. જે સંદર્ભે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 35 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોક્ટર્સની ટીમ પણ સજ્જ કરી દેવામાં આવી છે. આવતીકાલથી જ એટલે કે 12 મેથી જ ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવશે. જેમાં દર્દીને એડમીટ કરવામાં આવશે અને વધુ સારવાર આપવામાં આવશે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે 35 બેડ તૈયાર કરાયા

મ્યૂકરમાઇકોસિસ માટે એન્ફોટીસીરિન બી-50mg ઇન્જેક્શનનો ઉપયોગ

જેવી રીતે કોરોના વાયરસનું ઇન્ફેક્શન દૂર કરવા માટે રેમડેસીવીર ઇન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. તેવી જ રીતે મ્યૂકરમાઇકોસિસ માટે પણ એમબી-50mg ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. સરકાર દ્વારા 5 હજાર જેટલા ઇન્જેક્શન ખરીદવાનો ઓર્ડર 3 દિવસ અગાઉથી જ આપી દેવામાં આવ્યો છે, પરંતુ ઇન્જેક્શન ઘણા મોંઘા હોય છે. જેની કિંમત 7થી લઈને 10 હજાર સુધીની હોય છે. સરકાર દ્વારા ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં પણ મંગળવારે સાંજ સુધીમાં ઉપલબ્ધ કરાય તેવી શક્યતા છે.

ENT, ન્યુરો, ડેન્ટિસ્ટ, જનરલ સર્જન સહિતના ડોક્ટર્સની ટીમ બનાવાઈ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યૂકરમાઇકોસિસના 8 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં મોટાભાગના દર્દીઓને કોરોના બાદ મ્યૂકરમાઇકોસિસના થઈ રહ્યો છે. જેના કારણે તેમની આંખ, ગાલ, ગળા પર અસર થાય છે. સિવિલ હોસ્પિટલમાં ENT સર્જન, ડેન્ટલ સર્જન, જનરલ સર્જનની ટીમ બનાવવામાં આવી છે. જેઓ દર્દીઓનું ધ્યાન રાખશે, પરંતુ અહીં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details