ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં IT એન્જિનિયર, વાડીલાલ ફેક્ટરીનાં સુપરવાઇઝર સહિત કોરોનાના 31 કેસ પોઝિટિવ - ગાંધીનગરમાં કોરોના

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસના પ્રકોપનો રાફડો ફાટ્યો છે. ગત 24 કલાકમાં પ્રથમ વખત 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી લોકોમાં ચેપ લાગવાના ડરથી ફફડાટ ફેલાયો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 582 થયો છે અને 40 દર્દીના મોત થયા છે, જ્યારે શહેર વિસ્તારમાં વધુ 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ETV BHARAT
ગાંધીનગરમાં IT એન્જિનિયર, વાડીલાલ ફેક્ટરીનાં સુપરવાઇઝર સહિત કોરોનાના 31 કેસ પોઝિટિવ

By

Published : Jul 10, 2020, 3:52 AM IST

ગાંધીનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસના પ્રકોપનો રાફડો ફાટ્યો છે. ગત 24 કલાકમાં પ્રથમ વખત 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી લોકોમાં ચેપ લાગવાના ડરથી ફફડાટ ફેલાયો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 582 થયો છે અને 40 દર્દીના મોત થયા છે, જ્યારે શહેર વિસ્તારમાં વધુ 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

મહાપાલિકા વિસ્તારમાં આવેલા સેક્ટર-7Bમાં 38 વર્ષીય મહિલા અને 10 વર્ષીય કિશોર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ થયા છે. આ ઉપરાંક સેક્ટર 24ના શ્રીનગર સોસાયટીમાં સોસાયટીમાં એકાઉન્ટનું કામ કરતો 27 વર્ષીય અને કેટેગરી ક્વોટરમાં રહેતો તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતો 26 વર્ષીય યુવક સંક્રમિત થયો છે.

સેક્ટર-1માં રહેતો અને પુંધરામાં આવેલી વાડીલાલ ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો 32 વર્ષીય યુવક અને માણસા SBIમાં ફરજ બજાવતી અને સેક્ટર-2Bમાં રહેતી 30 વર્ષીય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઇ છે. આ સાથે જ સેક્ટર-26ના કિશાન નગરમાં રહેતો 37 વર્ષીય IT એન્જિનિયર અને 46 વર્ષીય ગૃહિણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગર તાલુકામાં 9 વ્યક્તનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દહેગામ શહેર અને માણસા તાલુકામાં 4-4 પોઝિટિવ કેસ અને કલોલ પંથકમાં 6 વ્યક્તિ સંક્રમિત થતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર તાલુકામાં ગુરુવારે નોંધાયેલા કેસમાં તાલુકામા નાના ચિલોડામાં 35 વર્ષનો યુવાન, મોટા ચિલોડામાં 60 અને 48 વર્ષની સ્ત્રીઓ અને 63 વર્ષનો પુરૂષ, પેથાપુરમાં 55 વર્ષની સ્ત્રી, સાલુજીના મુવાડામાં 25 વર્ષનો યુવાન, પોર ગામમાં 85 વર્ષની મહિલા અને ભાટ ગામમાં 49 વર્ષના પુરૂષ સહિત 9 વ્યક્તિ સંક્રમિત થયા છે.

દહેગામ અને માણસામાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ બન્ને તાલુકામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે.

દહેગામ અર્બનમાં 57, 43 અને 63 વર્ષના પુરૂષ અને 34 વર્ષની એક યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યોર માણસા તાલુકાના પરબતપુરામાં 51 વર્ષની સ્ત્રી અને 54 વર્ષનો પુરૂષ તેમજ મોતીપુરા વેડામાં 65 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંક કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તાર કોરોના વાઇરસમાં સૌથી વધુ સંક્રમિત થયો છે. ગુરૂવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં અર્બન-2માં 51 વર્ષની સ્ત્રી, 54 વર્ષનો પુરૂષ, બોરીસણામાં 55 અને 49 વર્ષના પુરૂષ, અર્બન-1માં 57 વર્ષની સ્ત્રી અને વડસરમાં 29 વર્ષની યુવતી કોરોનાથી સંક્રમિત થઇ છે..

ABOUT THE AUTHOR

...view details