ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં(Corona cases in gujarat) સતત સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં 10,000ની નજીક પોઝિટીવ કેસો સામે આવ્યા હતા. ગુજરાત પોલીસમાં રાજ્યના DGP આશિષ ભાટિયા(DGP Ashish Bhatia Corona positive) અને 300 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, આમ જે રીતે પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં કોરોનાથી બચવા માટે તમામ સાધનસામગ્રી અને દવાઓની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આશિષ ભાટિયાને સ્થાને ટી એસ બિષ્ટ રાજ્યના પોલીસ વડાનો વધારાનો ચાર્જ સંભાળશે.
પોલીસ સ્ટેશનમાં સંક્રમણથી બચાવા માટે કરાઇ વ્યવસ્થાઓ
અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, ATS ઓફિસ, SOG ઓફિસ અને પોલીસ કમિશનર કચેરીને કોરોના સંક્રમણથી બચાવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં રોજે રોજ પોલીસ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક સામાજિક સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને ટેલીકોલરની સુવિધા આપીને તેઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.