- કોરોના પોઝિટિવનો આંક 30 આવતા કોરોના પર કંટ્રોલ
- એક પણ દર્દીનું મૃત્યુ નહીં
- રિકવરી રેટ વધીને 98.74 ટકા સુધી પહોંચ્યો
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા 27 જુલાઇના રોજ કોરોનાની યાદી (List of corona) બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં 30 પોઝિટિવ કેસ (positive case) નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો આ સ્થિતિ રહી તો આગામી સમયમાં જલદી 20ની અંદર આવી શકે છે. સોમવારની સરખામણીએ રસીકરણ (vaccination) એક લાખ જેટલું વધ્યું છે.
આ પણ વાંચો: રાજયમાં 24 કલાકમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા, રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઇવ
3.69 લાખ કરતાં વધુ લોકોને રસી અપાઈ
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 27 જુલાઈએ 3,69,164 વ્યક્તિનું રસીકરણ (vaccination) થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. 18 વર્ષથી ઉપરના 1,87,414 લોકોને મંગળવારે પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે 45,282ને બીજો ડોઝ મળ્યો હતો. અત્યાર સુધી 3,21,75,416 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 31 કેસ નોંધાયા, એક પણ મૃત્ય નહીં
કોરોનામાં વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 285 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 280 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 5 દર્દીઓ છે. સરકારની આ યાદી મુજબ 10,076 દર્દીના સારવાર દરમિયાન અત્યાર સુધી દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,4,413 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ (Recovery rate) 98.74 ટકા સુધી પહોંચ્યો છે.