ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર મહાપાલિકામાં 3 વોર્ડ, 12 કોર્પોરેટરનો વધારો, 22 મહિલા અનામત - જીએમસી મેયર

ગાંધીનગર મહાનગરપાલિકાના અસ્તિત્વ બાદ ત્રીજી વખત કાઉન્સિલરોની સંખ્યામાં વધારો થયો છે. તેની સાથે વોર્ડ સીમાંકન પણ બદલાયું છે. ગાંધીનગર મહાપાલિકામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કર્યા બાદ આજે રાજ્યના શહેરી વિભાગ દ્વારા વોર્ડની સંખ્યા અને કાઉન્સિલરોની સંખ્યામાં વધારા સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર મહાપાલિકામાં 3 વોર્ડ અને 12 કોઉન્સિલનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મહાપાલિકામાં 3 વોર્ડ, 12 કોર્પોરેટરનો વધારો, 22 મહિલા અનામત
ગાંધીનગર મહાપાલિકામાં 3 વોર્ડ, 12 કોર્પોરેટરનો વધારો, 22 મહિલા અનામત

By

Published : Jul 8, 2020, 6:03 PM IST

Updated : Jul 8, 2020, 6:53 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર મહાપાલિકાની સ્થાપના વર્ષ 2011માં કરવામાં આવી હતી. તે સમયે 11 વોર્ડ અને 33 કાઉન્સિલરો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016માં ચૂંટણી યોજાઈ ત્યારે 8 વોર્ડ અને 32 કાઉન્સિલરો સમાવેશ કરાયો હતો. જેમાં એક વોર્ડમાં ચાર કાઉન્સિલરો નક્કી કરવામાં આવ્યાં હતાં. હાલમાં પણ આ જ પ્રમાણે મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગાંધીનગર મહાપાલિકામાં 3 વોર્ડ, 12 કોર્પોરેટરનો વધારો, 22 મહિલા અનામત
ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલમાં 8 બોર્ડને 32 કાઉન્સિલરો છે. જ્યારે 18 ગામડાનો સમાવિષ્ટ કરાયા બાદ હવે નવા 3 વોર્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ગાંધીનગર મહાપાલિકામાં 11 વોર્ડ આગામી ચૂંટણીથી કાર્યરત થશે. ત્યારે હાલમાં કાઉન્સિલરોની સંખ્યા 32 છે.
ગાંધીનગર મહાપાલિકામાં 3 વોર્ડ, 12 કોર્પોરેટરનો વધારો, 22 મહિલા અનામત

નવા સીમાંકન મુજબ કાઉન્સિલરની સંખ્યા 44 થશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત માટે રાખવામાં આવી છે. તેમાં 5 એસસી માટે બેઠક ફાળવવામાં આવી છે. જેમાં 3 મહિલાનો સમાવેશ થશે, જ્યારે 1એસટી બેઠક ફાળવવામાં આવી છે, તેની સાથે જ 4 ઓબીસી બેઠકોનો સમાવેશ કરાયો છે, જેમાં 2 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Last Updated : Jul 8, 2020, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details