રાજ્યમાં 3 કોરોના વોરિયર્સનું નિધન, સીએમ રિલીફ ફંડમાંથી આર્થિક સહાય અપાશે: અશ્વિનીકુમાર - CM Relief Fund
રાજ્યમાં અમદાવાદ-સtરતની બાદબાકી કર્યા બાદ આજે લૉક ડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે. લૉક ડાઉન ઉઠાવાયાં બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે જે જિલ્લામાં દુકાનો ખોલવાની છૂટ અપાઈ છે, ત્યાં આગળ કોવિડ 19ના નિયમોનું પાલન નહીં થાય તો તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે. તદઉપરાંત અશ્વિનીકુમારે કોરોનામાં કામ કરી રહેલા સરકારી કર્મચારીના મોત મામલે દુઃખ વ્યકત કરીને તેમના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી છે.
ગાંધીનગર : કોરોના અંગેની જાણકારી આપતાં મુખ્યપ્રધાન રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે.
અશ્વિની કુમારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે લૉકડાઉન 4 માં જે છૂટ છાટ અમદાવાદ અને સૂરત જિલ્લાને બાદ કરતાં અન્ય જિલ્લામાં આપવામાં આવી છે ત્યાં આગળ દુકાનો સહિત અન્ય જગ્યાઓ પર કોવિડ 19ના નિયમોનું પાલન નહીં થાય તો દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તે વિસ્તારમાં દુકાનો પર બંધ કરી દેવામાં આવશે તદઉપરાંત અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં 4.0 જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.