ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 પોઝિટિવ કેસ નોંધાયા, 24 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત - સુરતમાં કોરોનાનું સંક્રમણ

દિવાળી (diwali) બાદ રાજ્યમાં કોરોના (coronavirus in gujarat) ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 કોરોના કેસ (corona cases) સામે આવ્યા છે. 33 જિલ્લામાંથી 4 કૉર્પોરેશન (corporations) અને 3 જિલ્લામાં કોરોનાના કેસો સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 પોઝિટિવ કેસ નોંધાયા, 24 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 પોઝિટિવ કેસ નોંધાયા, 24 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત

By

Published : Nov 15, 2021, 11:03 PM IST

Updated : Nov 18, 2021, 3:02 PM IST

  • 24 દર્દીઓ કોરોનાને માત આપી
  • રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona case) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જુન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ (corona cases in august) નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (corona transition) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે હવે દિવાળી (diwali)ના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર માસની 15 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન (corporation)-અમદાવાદ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે.

અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં વધારો

આ ઉપરાંત 33 જિલ્લામાંથી 3 જિલ્લા-વલસાડ, ખેડા અને સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન- અમદાવાદ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 4,62,380 નાગરિકોને વેક્સિન અપાઈ

15 નવેમ્બરના રોજ રાજ્યમાં કુલ 4,62,380 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 32,657 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 3,06,371 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,48,02,595 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 235એ પહોંચ્યો

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 235 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 231 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,654 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લગ્નની સીઝન દરમિયાન 5,000 કરોડ રૂપિયાનાં વેપારનું અનુમાન લગાવતા વેપારીઓ

આ પણ વાંચો: રાજ્યમાં 125 પોલીસ સ્ટેશનના જંત્રી ભાવ અને બજાર ભાવ વચ્ચે પ્રોજેકટ અટવાયા

Last Updated : Nov 18, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details