- રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 29 લોકો પીધેલી હાલતમાં પકડાયા
- ગાંધીનગરમાં 42 જેટલા ચેક પોસ્ટ રખાયા હતા
- એક પણ ફાર્મ હાઉસમાં દારૂ મહેફિલ સામે ના આવી
- મરર્ક્યુરી ગ્રાન્ડમાં આયોજીત પાર્ટી પણ કરાઈ હતી રદ
ગાંધીનગર:આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હતી, ઉપરાંત ગૃહ વિભાગે પણ પોલીસને કડક આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ ઉજવણી કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે, જ્યારે ગુજરાત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ 31 ડિસેમ્બરની રાત્રે ગાંધીનગર પોલીસે 29 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપ્યા હતા.
ગાંધીનગર પોલીસે 42 ચેક પોસ્ટ કરી હતી ઉભી
પોલીસ સુરક્ષાની મામલે ઈટીવી ભારત સાથે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં કુલ 42 જેટલા એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી હતી, જેમાં મોડી રાત્રે ગાંધીનગરમાં આવતા અને જતા લોકોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાથે જ સતત પેટ્રોલિંગ દરમિયાન કુલ 29 જેટલા લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી છે.