ગાંધીનગર : પાટનગરની રાજકીય પ્રવૃત્તિઓના ધમધમાટવાળા સચિવાલયના સરકારી કર્મચારીઓ પણ હવે કોરોનાથી બાકાત રહ્યાં નથી. છેલ્લાં સાત દિવસમાં 28 જેટલા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિવાલયમાં કોરોના ટેસ્ટિંગની જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સચિવાલયમાં જ ફક્ત 12 અલગ અલગ ટીમ દ્વારા સચિવાલયના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
સચિવાલયમાં કોરોનાના 28 પોઝિટિવ કર્મચારીઓ, કુલ 3000થી વધુ ટેસ્ટ થયાં - ETVBharat
રાજ્યમાં કોરોના વાયરસ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે પાટનગરમાં આવેલ સચિવાલય સંકુલ પણ કોરોનાથી બચી શક્યું નથી, ગાંધીનગર જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા સચિવાલયમાં તમામ કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ 3170 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેમાં 28 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
જેમાં અલગ-અલગ વિભાગના કુલ 3170 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 11 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલ રેપિડ ટેસ્ટમાં કુલ ૨૮ જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે જ્યારે એક કર્મચારી કે જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઓફિસમાં પટાવાળા તરીકેની ફરજ બજાવે છે તેને પણ ગત અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યો હતો.
તારીખ પ્રમાણે ટેસ્ટ અને પોઝિટિવની વિગત
04 સપ્ટેમ્બર 594 ટેસ્ટ 5
06 સપ્ટેમ્બર 350 ટેસ્ટ 3
07 સપ્ટેમ્બર 590 ટેસ્ટ 4
08 સપ્ટેમ્બર 237 ટેસ્ટ 2
09 સપ્ટેમ્બર 729 ટેસ્ટ 8
10 સપ્ટેમ્બર 460 ટેસ્ટ 4
11 સપ્ટેમ્બર 220 ટેસ્ટ 2
કુલ ટેસ્ટ 3170 કુલ પોઝિટિવ કેસ 28
આમ તો આરોગ્ય વિભાગ દ્વારા સચિવાલયની અંદર કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં ન હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે.