- રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ, તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- છેલ્લાં 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા
- 50 દર્દીઓએ કોરોનાને માત આપી છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
- અમદાવાદમાં 04 સુરત 04 બરોડા 08 અને રાજકોટમાં 01
ગાંધીનગર : આજે 50 દર્દીઓએ કોરોનાને ( Corona ) માત આપીને ઘેર પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન અને 08 જિલ્લાના વિસ્તારોમાં કોરોના ( Corona ) પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 04 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 21 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે રસીકરણ બંધ રહ્યું
જ્યારે રાજ્યમાં 20 જુલાઈના રોજ 4,12,499 વ્યક્તિને રસી આપવામાં આવી હતી, રાજ્યમાં કોરોના ( Corona Vaccine ) રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,01,46,996 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયાં છે. રાજ્યના 2,678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2,732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આજે 21 જુલાઈના રોજ રસીકરણની કામગીરી જાહેર રજાના કારણે બંધ કરવામાં આવી હતી.