- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 263 પોઝિટિવ કેસ
- છેલ્લાં 24 કલાકમાં એક પણ મોત નહીં
- કુલ 8,08,658 લોકોનું રસીકરણ કરાયું
- રિકવરી રેટ 97.71 ટકા થયો
ગાંધીનગરઃ દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 263 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 270 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.71 ટકા જેટલો નોંધાયો છે.
3 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ
ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 જિલ્લા જેવા કે અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે અમરેલી, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, નર્મદા, નવસારી, પંચમહાલ અને વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 1-1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 263 કેસ, એક પણ મોત નહિ કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ
સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજે કુલ 336 કેન્દ્ર પર 3,027 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,08,658 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1,696 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 31 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1,665 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યા સુધીમાં કુલ 2,60,198 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,403 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 52 જેટલા નોંધાયા છે, ત્યારબાદ બરોડામાં 43 રાજકોટમાં 22 અને સુરતમાં 39 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.