- રાજ્યના 6 મહાનગરપાલિકામાં આદર્શ આચાર સંહિતા લાગુ
- પોલીસને કરાઈ સ્ટેડન બાઈ
- 6 કોર્પોરેશન વિસ્તારમાં 25,000 પોલીસ કર્મચારી ચૂંટણી કામગીરી જોડાયા
- 7.5 કરોડના દારૂ અને 47,000 લોકોની અટકાયત કરાઈ
ગાંધીનગર: 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર બરોડામાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આજે શુક્રવારે 48 કલાક પહેલાં જ આ 6 મહાનગરપાલિકામાં સંપૂર્ણ આદર્શ આચાર સંહિતા લાગુ પાડી દેવામાં આવી છે. જેથી પોલીસની કામગીરી અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 25,000થી વધુ પોલીસ કર્મીઓ હાજર છે, જ્યારે અત્યાર સુધીમાં 6 કોર્પોરેશન વિસ્તાર અને બોર્ડર પરથી કુલ 7 કરોડથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
કેટલી પોલીસ રહેશે ચૂંટણીમાં હાજર
આશિષ ભાટિયા પત્રકાર પરિષદ યોજીને કોર્પોરેશનની ચૂંટણી બાબતે જાહેરાત કરી હતી કે, કુલ 287 સેક્ટર મોબાઇલ ટીમ ગોઠવવામાં આવી છે, જ્યારે 136 જેટલી રિસ્પોન્સ ટીમ કાર્યરત રહેશે. આમ 21,770 પોલીસ ઉપરાંત 15530 હોમગાર્ડ 30 SRPની ટીમ ઉપરાંત 14 SRPની વધારાની ટીમ સહિતના કુલ 25,000 જેટલા પોલીસ કર્મચારી, 15,000 હોમગાર્ડના જવાનો અને 44 SRPપી કંપની ચૂંટણીમાં તૈનાત રાખવામાં આવશે.
47,000 લોકો વિરુદ્ધ લેવામાં આવ્યા અટકાયતી પગલાં
લોકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુંડાગીરી કરતા લોકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. જે બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે 47,000 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત જે અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવાની જરૂર હતી તેવા મહાનગરપાલિકા વિસ્તારમાં 7000 જેટલા ઈસમો વિરુદ્ધ પાસા ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આમ સમગ્ર રાજ્યમાં આ કલમ હેઠળ કુલ 25,800 જેટલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે ચૂંટણીના જાહેરનામા બાદથી આ જ દિવસ સુધીમાં કોઈ 18, 175 વોરંટની બજવણી પણ કરવામાં આવી છે.