ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં પોલીસ સ્ટેશનોમાં અનેક કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા તેમનેે દીવાળી પૂર્વે બઢતીની ભેટ આપવામાં આવી છે. થોડા સમય પહેલાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે જે પ્રમોશનની રાહ જોઈ રહેલાં પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. ત્યારે પોલીસ બેડામાં ખુશી જોવા મળી રહી છે.
ગાંધીનગર જિલ્લામાં 25 બિનહથિયારી, 20 હથિયારી કૉન્સ્ટેબલની હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી - બઢતી
ગાંધીનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલને દીવાળી પૂર્વે પ્રમોશનની ભેટ આપવામાં આવી છે. જેમાં 25 બિનહથિયારી અને 20 હથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યાં છે.
આજે બુધવારે જિલ્લા પોલીસ વડાએ 45 પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન આપ્યાં છે. આવનારા દિવસોમાં હજુ પણ પ્રમોશનની રાહ જોઈ રહેલાં કર્મીઓને પ્રમોશન આપવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે રાજ્યમાં માર્ચથી લઇને લદાયેલાં લોક ડાઉન દરમિયાન રાજ્યભરમાં પોલીસકર્મીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી અને તેમને પ્રજાએ કોરોના વોરિયર તરીકે સન્માનની દ્રષ્ઠિએ જોવાનું શરૂ કર્યું છે ત્યારે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોમાં આ બઢતીઓના પગલે ખુશીની લહેર ફરી વળી હતી.