ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 25 દર્દીઓ, જરૂરી સર્જનોનો જ અભાવ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સારવાર માટે વોર્ડની તો વ્યવસ્થા છે, પરંતુ સ્પેશિયલાઈઝ્ડ સર્જનોનો અભાવ છે. અહીં પ્રાથમિક તબક્કામાં જ બ્લેક ફંગસ જોવા મળે, તેવા દર્દીઓનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે, ન્યૂરો સર્જન તેમજ પ્લાસ્ટિક સર્જન સહિતના સ્પેશિયલાઈઝ્ડ સર્જનને બહારથી બોલાવવા પડી રહ્યા છે.

By

Published : May 23, 2021, 4:05 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 25 દર્દીઓ, જરૂરી સર્જનોનો જ અભાવ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 25 દર્દીઓ, જરૂરી સર્જનોનો જ અભાવ

  • અન્ય હોસ્પિટલ્સમાંથી બોલાવવા પડી રહ્યા છે સર્જન
  • અત્યાર સુધીમાં 7 જેટલા દર્દીઓની કરાઈ છે સર્જરી
  • મોટી સંખ્યામાં દર્દીઓ આવે તો મુશ્કેલી સર્જાઈ શકે છે





ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે 10 દિવસ પહેલા જ અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જ્યાં હાલમાં 35થી વધુ દર્દીઓ સારવાર લઈ શકે તે પ્રકાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, પરંતુ સર્જરી માટે જે સ્પેશિયલાઈઝ્ડ સર્જનોની જરૂર પડતી હોય છે, તે પૂરતા પ્રમાણમાં ન હોવાથી બહારથી બોલાવવા પડી રહ્યા છે. આ વચ્ચે જો દર્દીઓની સંખ્યા વધે તો મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે.

આ પણ વાંચો:બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન

ઓપરેશન થિયેટર તો તૈયાર છે, પરંતુ કાયમી સર્જનોનો અભાવ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યુકોરમાઇકોસીસના 7થી વધુ દર્દીઓની સર્જરી કરાઈ છે. આ સર્જરી માટે બહારથી ડોક્ટર બોલાવવા પડે છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ ન્યુરોસર્જન, ઓપ્થેમેલોજી સર્જન, ફેસિયોમેક્ઝિબરી સર્જન જેવા સ્પેશિયલાઈઝ્ડ તબીબોનો અભાવ છે. જેનું બીજું કારણ એ પણ છે કે, અહીં ન્યૂરો સહીતના વોર્ડ જ નથી. જેથી દર્દીને પ્રથમ તબક્કામાં બ્લેક ફંગસ જોવા મળે, તેવા દર્દીઓનું જ ઓપરેશન કરવામાં આવે છે.

આ પણ વાંચો:મ્યુકોરમાઈકોસીસના પ્રથમ બાળ દર્દીની કરાઇ સર્જરી, બ્લેક ફંગસથી બચવા કોરોનાથી ચેતીને રહેવું

જો મોટી સંખ્યામાં દર્દીઓ આવે તો સર્જાઈ શકે છે મુશ્કેલી

જો કોરોનાની જેમ આ મહામારીમાં પણ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો નોંધાય અને હોસ્પિટલને આ સ્પેશિયલાઈઝ્ડ સર્જનો યોગ્ય સમયે ન મળે તો દર્દીઓને પડી શકનારી મુશ્કેલીઓનો અંદાજ લગાવી શકાય છે. જો બહારથી બોલાવવામાં આવતા સર્જન્સ તેમની ખુદની હોસ્પિટલ્સમાં અન્ય દર્દીઓની સારવારમાં વ્યસ્ત થઈ ગયા તો દર્દીઓને ભવિષ્યમાં સર્જરીના સમયે ભારે હાલાકીનો ભોગવવી પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details