ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોવામાં 24મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલનું આયોજન, મુખ્યપ્રધાન રૂપાણી રહેશે હાજર - 24th western zonal council

ગાંધીનગરઃ ગોવાના પણજી ખાતે ગુરુવારે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 24મી બેઠક યોજાવા જઈ રહી છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહેલી આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે.

મુખ્યપ્રધાન

By

Published : Aug 21, 2019, 7:36 PM IST

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે. પણજી ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 24મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યપ્રધાનો અને સંબંધિત પ્રધાનો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતીમાં આ બેઠકમાં આંતરરાજ્યોના પ્રશ્નો સંબધીત ચર્ચા વિચારણા થશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે. આ બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, રાજયકક્ષાના ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ તથા નાણાંના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ પણ ગોવા બેઠકમાં હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details