ગાંધીનગરઃ ઓનલાઈનના જમાનામાં રાજ્યનો શિક્ષણવિભાગ કેમ પાછળ રહી જાય. ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા વિવિધ સરકારી વિભાગો પોતાની સીસ્ટમ વિકસાવી રહ્યાં છે. ત્યારે રાજ્યના શિક્ષણવિભાગે પણ પહેલ કરતાં 50 વર્ષ જૂની ધોરણ 10ની માર્કશીટ જોઇતી હોય તો તે ઓનલાઈન મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.ઈ માર્કશીટ સીસ્ટમ બાબતે અને કેટલી અરજી મળી તે બાબતે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરીના રોજ ઓનલાઇન સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
50 વર્ષ પહેલાંની માર્કશીટ જોઇએ છે? આ રીતે મળી જશે, 2212 આપી પણ દેવાઈ - ઈટીવી ભારત ગુજરાત
રાજ્યના તમામ વિભાગોમાં ઓનલાઈન સિસ્ટમ કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં 50 વર્ષ પહેલાની પણ ધો.10ની માર્કશીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આમાં 17 દિવસની અંદર જ 2420 અરજી શિક્ષણ વિભાગને મળી પણ ખરી એને તેમાંથી 2212 ક્લિયર પણ થઈ ગઈ છે.
કોઈપણ વ્યક્તિને પોતાની ધોરણ 10 ની માર્કશીટ ખોવાઇ ગઇ હોય અથવા તો ફાટી ગઈ હોય તો બીજી માર્કશીટ મેળવવા માટે તેઓને ગાંધીનગર ખાતે આવવું પડતું હતું. પરંતુ ઓનલાઈન સીસ્ટમ કરવાના કારણે હવે ગાંધીનગર આવવાની જરૂર રહેતી નથી. તેઓ પોતે ઓનલાઇન જ અરજી કરીને પોતાની તમામ વિગતો અંદર નાખીને ડુપ્લિકેટ માર્કશીટ ગણતરીના દિવસોમાં જ લઈ શકે છે. શિક્ષણવિભાગની આ કામગીરીમાંં ફક્ત 17 દિવસની અંદર 2420 અરજી મળી હતી, જેમાં 2200 થી વધુ માર્કશીટ આપી પણ દેવામાં આવી છે.
આમ નવી સીસ્ટમના કારણે લોકોની હેરાનગતિમાં પણ ઘટાડો થશે. જ્યારે જેટલી અરજીઓ બાકી છે તે અમુક વિગતો ભરી ન હોવાના કારણે બાકી છે. તેની જાણકારી પણ આપવામાં આવી હતી.