- આઠ મહિનામાં 4,013 લોકોએ તેમના મનગમતા વાહનોના નંબર લીધા
- ગોલ્ડન અને સિલ્વર 583 નંબર પ્લેટ માટે 55 લાખની આવક થઈ
- ગોલ્ડન નંબર પ્લેટ લેવા માટે 40 હજારથી ઓક્શન શરૂ થાય છે
ગાંધીનગર: ગાંધીનગર RTO માં નિયમ પ્રમાણે ગોલ્ડન અને સિલ્વર નંબર પ્લેટની હરાજી (number plate auction) થતી હોય છે. આ હરાજી ઓનલાઇન થતી હોય છે, જ્યાં બિડીંગ થતું હોય છે. પોતાના ફેવરિટ નંબર મેળવવા માટે લોકો ઓનલાઇન જ એમાઉન્ટ નાખતા હોય છે. જેના આધારે વધુ રકમ બોલે તેની ફાઇનલ થયેલી રકમને આધારે એ નંબર પ્લેટનો નંબર વાહનના ઓનરને મળે છે. જ્યારે અન્ય નંબરો જેવા કે લકી નંબર મેળવવા ઇચ્છતા લોકોએ નંબરની માંગણી કરતા હોય છે. તેમાં પણ RTO ની લાખો કરોડની કિંમતની આવક થઈ રહી છે. RTO ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ માર્ચ મહિનાથી અત્યાર સુધી આરટીઓની બે કરોડથી વધુની રકમ ફેન્સી નંબર પ્લેટ માટે થઈ છે.
આઠ મહિનામાં 4,013 વાહનોની ફેન્સી નંબર પ્લેટ માટે 2,41,59,000 આવક RTO ને થઈ
RTO ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગાંધીનગર RTO માં આઠ મહિનામાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નંબર પ્લેટ માટે 583 નંબર પ્લેટની ઓક્શન (number plate auction) થઈ હતી. જેમાં 55 લાખની આવક આઠ મહિનામાં RTO ને થઈ છે, જ્યારે અન્યએ પોતાના ફેવરિટ નંબર માટે 3,430 નંબર પ્લેટ આપવામાં આવી છે. જેમાં 1,87,59,000 જેટલી આવક આઠ મહિનામાં થઈ છે. એટલે કે ટોટલ ફેન્સી નંબર પ્લેટની આઠ મહિનામાં 2,41,59,000 આવક RTO ને થઈ છે. ગોલ્ડન અને સિલ્વર નંબર જે નક્કી થયેલા હોય એ જ આપવામાં આવે છે. જ્યારે અન્ય નંબર જે તે વ્યક્તિ RTO પાસે માંગણી કરતા આરટીઓ દ્વારા અવેલેબલ નમ્બર પૈસા આપી આપવામાં આવે છે.