- ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે MOU
- 24,000 કરોડ રૂપિયાના MOU
- વડોદરામાં નવા 6 નવા Projectની થશે સ્થાપના
- 25,000થી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તેવી સંભાવના
ગાંધીનગર: કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આજે સોમવારે ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 25,000 કરોડના MOU કરવામાં આવ્યા છે. Indian Oil Corporation દ્વારા 24,000 કરોડના રોકાણના 6 Project આવનારા સમયમાં વડોદરામાં બનશે. જેમાં 25,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ ધોલેરામાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે MOU કર્યા
ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદ
પેટ્રોલિયમ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતે રોકાણકારોની પ્રથમ પસંદગી છે. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગત 7 વર્ષથી તે કેન્દ્ર સરકારની નજીક રહ્યા છે, ત્યારે તેમને દેશના અલગ અલગ પ્રાંત અને વિસ્તારમાં જવાનું થાય છે. આ તમામ જગ્યા ઉપર ગુજરાતના રોલ મોડેલની વાત કરવામાં આવે છે. આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવાશે તેવો વિશ્વાસ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વ્યક્ત કર્યો હતો.
covidની મહામરીમાં ગુજરાતે અન્ય રાજ્યોને Oxyzen આપ્યું