ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ, 1 નું મોત - Corona's death toll

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 234 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 353 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.56 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ, 1 નું મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ, 1 નું મોત

By

Published : Feb 9, 2021, 9:37 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં 1 નું મોત
  • કુલ 6,60,516 લોકોનું રસીકરણ કરાયું
  • 3 જિલ્લા 00 પોઝિટિવ કેસ

ગાંધીનગરઃદિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યુના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 234 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 353 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.56 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ, 1 નું મોત

3 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 અમરેલી, ભરૂચ અને પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, છોટાઉદેપુર જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ મહીસાગર, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 1-1 કેસ સામે આવ્યા છે.

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

સજના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજે કુલ 974 કેન્દ્ર પર 56,332 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 6,60,516 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2040 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 24 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2016 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,47,473 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,379 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે બરોડા કોર્પોરેશનમાં 60 જેટલા નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદમાં 43, સુરતમાં 29 અને રાજકોટ કોર્પોરેશનમાં 29 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details