ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 12ના 22,255 વિદ્યાર્થીઓને 55 બિલ્ડિંગના 1,113 બ્લોકમાં સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડી પરીક્ષા લેવાશે

1 જુલાઇથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. તેમની સાથે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. ધોરણ 12ના 22,255 અને ધોરણ 10ના રિપીટર 9,300 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. બોર્ડના ધોરણ 10-12ના ટોટલ 31,555 વિદ્યાર્થીઓ જિલ્લામાં પરીક્ષા આપશે. ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ટોટલ 78 બિલ્ડિંગ અને 1578 બ્લોક માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ધોરણ 12ના 22,255 વિદ્યાર્થીઓને 55 બિલ્ડિંગના 1,113 બ્લોકમાં સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડી પરીક્ષા લેવાશે
ધોરણ 12ના 22,255 વિદ્યાર્થીઓને 55 બિલ્ડિંગના 1,113 બ્લોકમાં સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડી પરીક્ષા લેવાશે

By

Published : May 28, 2021, 8:24 PM IST

  • 1 જુલાઈથી શરૂ થઇ રહેલી પરીક્ષાઓની તૈયારીઓ શરૂ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહના સૌથી વધુ 16,293 વિદ્યાર્થીઓ
  • એક જ રૂમમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે



    ગાંધીનગર : એક જુલાઈથી ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેને લઇને તમામ જિલ્લાઓમાં આગોતરા આયોજન અત્યારથી જ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેસાડવાને લઈને કરાયા છે. તૈયારીઓના ભાગરૂપે અત્યારથી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરીક્ષા સમયે તમામ એસઓપીનું પાલન કરવામાં આવશે. અત્યારથી જ વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગ અને બ્લોક નક્કી દેવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 માટે 1,113 બ્લોક, 55 બિલ્ડિંગમાં ફાળવવામાં આવશે.
    વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગ અને બ્લોક નક્કી દેવામાં આવ્યા છે



    ધોરણ 12 સામાન્ય પ્રવાહ 16,293 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહના 5,962 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    પહેલી જુલાઈથી શરૂ થઇ રહેલી ધોરણ 12ની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના 5,962 વિદ્યાર્થીઓ માટે 298 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે જે માટે 15 બિલ્ડિંગો ફાળવવામાં આવશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે 815 બ્લોક માટે 40 બિલ્ડિંગો ફાળવવામાં આવશે જેમાં 16,293 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના પરીક્ષા આપશે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યમાં તમામ જિલ્લા ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવશે. ધોરણ 10ના 9,300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે 23 બિલ્ડિંગમાં 465 બ્લોક ફાળવવામાં આવશે. આ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે બેસાડવામાં આવશે.

    આ પણ વાંચોઃ હવે સુરતમાં કોરોના દર્દીઓના ઘરે જઈને ઓક્સિજન આપવામાં આવશે, જાણો કઈ રીતે...


    એક જ રૂમમાં 20 વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડીને પરીક્ષા લેવામાં આવશે

    ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં આવે તો 31,555 જેટલા વિદ્યાર્થીઓ થાય છે તે તમામની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડવામાં આવશે. દરેકે બિલ્ડિંગમાં 10 બ્લોક અને એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓને SOP પ્રમાણે બેસાડવાનું આયોજન કરાયું છે. 20 વિદ્યાર્થીઓને બ્લોક પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રમાણે પરીક્ષામાં ઝીગઝેગ પ્રમાણે બેસાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details