- 33 જિલ્લામાંથી 4 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ
- રાજ્યના 4 કૉર્પોરેશન વિસ્તારમાં કોવિડ-19ના કેસ નોંધાયા
- આજે 4,22,749 નાગરિકોને વેક્સિન આપવામાં આવી
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (corona transition) કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પરંતુ હવે દિવાળીના તહેવારો (diwali festive season) બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
33માંથી 4 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા
12 નવેમ્બરના પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન-અમદાવાદ, સુરત બરોડા, જામનગર અને રાજકોટમાં કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી 4 જિલ્લા-જૂનાગઢ, કચ્છ, વલસાડ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે,. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 દર્દીને રજા આપવામાં આવી છે.