- રાજ્યમાં મેડિકલ લાઈનમાં હડતાળ નો દોર યથાવત
- હવે નેશનલ હેલ્થ મિશન દ્વારા કરાશે હડતાળ
- રાજ્યમાં 20,000 કર્મચારિયો જશે હડતાળ પર
- પગાર વધારાની માગ સાથે કરશે હડતાળ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે મેડિકલની જો વાત કરવામાં આવે તો પહેલા જુનિયર ત્યારબાદ મેડિકલ ટીચર્સ એસોસિએશન અને નર્સિંગ વિભાગ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેમાં સરકારે હકારાત્મક વલણ દાખવીને તમામ માગ પૂર્ણ કરી છે, ત્યારે આજે શનિવારે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ પણ હવે હડતાળની ચીમકી આપી છે. પગાર વધારો નહીં કરવામાં આવે તો તે રવિવારથી હડતાળ પર ઉતરી અને સરકારનો વિરોધ કરશે.
નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને આપવામાં આવે છે કોવિડ ડ્યુટી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને કોરોના ડ્યુટી આપવામાં આવે છે, પરંતુ તેમના પગારમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવતો નથી. ગત કેટલાય સમયથી રાજ્ય સરકારને પગાર વધારાની માગ કરવામાં આવી છે. આ બાબતે અનેક આવેદનપત્ર પણ સરકારને આપવામાં આવ્યા છે. આમ છતાં પણ કોઈ નિર્ણય નહીં આવતા અંતે હવે હડતાળ પર જવાની ચીમકી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ વલસાડ GMERS એસોસિએશનની 200 સ્ટાફ નર્સ અને 80 તબીબોએ પડતર માગને લઇ કરી હડતાળ