- રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે વધારો
- સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે આવી રહ્યા હતા. બીજી લહેર બાદ કોરોના સંક્રમણ (Coronavirus) કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પરંતુ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવેમ્બર માસની 01 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત, અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4-વલસાડ, નવસારી, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા અને અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 3,24,655 નાગરિકોને વેક્સિન અપાઈ