- છેલ્લા 24 કલાકમાં 20 પોઝિટિવ કેસમાં વધારો નોંધાયા
- 28 દર્દીઓ કોરોનાને માત આપી
- એક પણ દર્દીનું મોત નહીં
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઑગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યાં હતાં અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે નવેમ્બર માસની 9 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત અમદાવાદ ગાંધીનગર જૂનાગઢ અને રાજકોટ કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 6 જેવા કે વલસાડ કચ્છ, નવસારી સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બરોડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 6 કોર્પોરેશન જેવા કે બરોડા, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 4,86,262 નાગરિકો વેક્સિન અપાઈ
9 નવેમ્બરના નવા વર્ષની ઉજવણીમાં રસીકરણ ખૂબ જ ધીમું જોવા મળ્યું છે આજે રાજ્યમાં કુલ 4,86,262 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 26,169 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 3,36,302 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 7,24,64,058 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.