ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં કોવિડ-19થી 2ના મોત, શહેરમાં 4 પોઝિટિવ - gandhinagar covid-19

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોવિડ-19ના આંકડા હજુ પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આજે ગ્રામ્ય વિસ્તારમાં બે દર્દીઓના મોત થયા છે. તેની સાથે જિલ્લામાં મોતનો આંકડો 8 ઉપર પહોંચ્યો છે. જ્યારે શહેર વિસ્તારમાં 4 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં સેક્ટર 3, 6 અને 21નો સમાવેશ થાય છે.

2 died by corona and 4 positive in gandhinagar city
ગાંધીનગરમાં કોવિડ-19થી 2ના મોત, શહેરમાં 4 પોઝિટિવ

By

Published : May 19, 2020, 4:05 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોવિડ-19ના આંકડા હજુ પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આજે ગ્રામ્ય વિસ્તારમાં બે દર્દીઓના મોત થયા છે. તેની સાથે જિલ્લામાં મોતનો આંકડો 8 ઉપર પહોંચ્યો છે. જ્યારે શહેર વિસ્તારમાં 4 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં સેક્ટર 3, 6 અને 21નો સમાવેશ થાય છે.

ગાંધીનગર શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ પણ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આજે વાઇરસના કારણે મોત થયા છે. જેમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં 85 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે બીજુ મોત રાયસણ ગામમાં રહેતા 58 વર્ષીય પુરુષનું થયું છે. આ દર્દીને રૂપિયા 30 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવા છતાં બચ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાંધેજા ગામમાં રહેતા અને આલમપુર એપીએમસીના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા યુવકને આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેમાં તેનો બચાવ થયો હતો.

  • 184 કેસ અને 8ના મોત

શહેર વિસ્તારમાં આજે વધું 4 કેસ સામે આવ્યાં છે. જેમાં સેક્ટર 6Bમાં રહેતો 33 વર્ષીય યુવક, સેક્ટર 21 ચ ટાઈપમાં રહેતો 27 વર્ષીય યુવક અને સેક્ટર 3એમાં રહેતા પતિ (65) પત્ની (60) વર્ષીયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં કુલ 184 કેસ નોંધાયા છે, જ્યારે 8 લોકોના મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details