- ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરશે
- 18 ફેબ્રુઆરીના રોજ ભરશે રાજ્યસભાનું ફોર્મ
- કોંગ્રેસ નહીં જાહેર કરે ઉમેદવાર
- ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે
ગાંધીનગર: રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે ગુજરાતની 2 ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ભાજપ પક્ષના 2 ઉમેદવારો 18 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવશે, જ્યારે કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત ન થતાં બંન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થશે.
સવારે 10 કલાકે ઉમેદવારી નોંધાવશે
ભાજપના મીડિયા વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યસભાના 2 ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામભાઈ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ પ્રધાન મંડળના સભ્યો, ધારાસભ્યો અને સંસદ સભ્યોની હાજરીમાં 10:00 કલાકે દાવેદારી નોંધાવશે.