- વર્ષ 2018-19માં 21,319 બાળકોની સીટ ખાલી રહી હતી
- વર્ષ 2020-21માં RTE અંતર્ગત માત્ર 15,467 બાળકો પ્રવેશ મેળવી શક્યાં
- બે વર્ષમાં 40,530 બાળકોને પ્રવેશ ન આપવામાં આવ્યો
ગાંધીનગર: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ સરકાર દ્વારા ગરીબ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે ખાનગી શાળામાં 25 ટકા સીટોની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ, દર વર્ષે RTE હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સરકાર સામે આ મોટો સવાલ ઉભો થયો છે.
આ પણ વાંચો:RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો નહીં થાય : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
RTE બાબતે કોંગ્રેસ ધારાસભ્યના સરકારને સવાલ
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા RTE હેઠળ કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપતા કહ્યું કે, રાજ્યના 28 જિલ્લાઓ વર્ષ 2019-20માં 4,13,121 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં 25 ટકા લેખે 1,04,045 બાળકોનેRTE અંતર્ગત પ્રવેશ આપવામાં આવનાર હતો. પરંતુ, 82,726 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આમ, 21,319 બાળકોની સીટ ખાલી રહી હતી.