- રાજ્યના નવ નિયુક્ત પ્રધાનોએ ઓફિસનો ચાર્જ લીધો
- ચાર્જ બાદ વિભાગના અધિકારીઓ સાથે યોજી બેઠક
- કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રવિવારે 2.30 કલાકે લેશે ચાર્જ
ગાંધીનગર: આજે ભાદરવા સુદ બારશ છે અને શનિવાર છે. શનિવાર હનુમાનજીનો વાર છે. જે નવા કોઈપણ શુભ કામ માટે શુભ મનાય છે. શનિવારે કરેલા કાર્ય હનુમાનજી જેવું મજબૂત થાય છે. આવી માન્યતાને કારણે આજે ચાર્જ લેનારા પ્રધાનો જાણે નવા ઘરમાં રહેવા આવ્યા હોય તે રીતે આ ઈવેન્ટને ઉત્સવ બનાવી દીધો હતો. આજે સવારથી શુભ, લાભ અને ચલ જેવા પ્રવિત્ર ચોઘડીયામાં તેમજ 12.39ના વિજય મુહૂર્તમાં નવા પ્રધાનોએ સ્વર્ણિમ સંકુલ-1 અને સચિવાલયમાં કેબિનનો ચાર્જ લીધો હતો અને આજથી કામની શરૂઆત કરી હતી. આજના ડિજિટલ યુગમાં પણ ભગવાનને સાક્ષી રાખીને શુભ ચોઘડીયામાં લોકો નવા કાર્યોની શુભ શરૂઆત કરે છે. તેવી જ રીતે ધારાસભ્યોમાંથી નવા પ્રધાન બન્યા તેમણે પણ કેબિનનો ચાર્જ લેતી વખતે પરિવાર સાથે પૂજા પણ રાખી હતી અને સારા ચોઘડીયામાં પ્રવેશ કરીને પ્રધાનપદની ખુરશી ગ્રહણ કરી હતી.
મહાદેવની કરાઈ પૂજા
ઈશ્વરની સાક્ષીએ ગુજરાતનો વિકાસ કરવાનો સંકલ્પ કરનારા પ્રધાનોએ હોંશેહોંશે કેબિનનો ચાર્જ લીધો હતો. પૂર્વ શિક્ષણપ્રધાન અને સિનીયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને ચાર્જ આપવા તેમની જોડે રહ્યા હતા. સાથે પૂજા કરી અને પેન પણ ભેટ આપી નવા શિક્ષણપ્રધાનને શુભેચ્છા આપી હતી. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ચાર્જ લેતા પહેલાં પોતાની ઓફિસમાં મહાદેવની સ્થાપના કરી હતી. ભાદરવી બારશ હોવાથી મહાદેવની પૂજા કરવી વિશેષ ગણાય છે, ત્યારે જીતુ વાઘાણીએ પણ ઓફિસમાં ચાર્જ સંભાળતા પહેલા પોતાની કેબીનમાં મહાદેવની સ્થાપના અને પૂજા અર્ચના કરી હતી.
આજના શુભ મુહૂર્ત
- શુભ સવારના 8 વાગ્યાથી 9.30 કલાક
- ચલ બપોરના 12.30 થી 2.00 કલાક
- લાભ 2.00થી 3.30 કલાક
- અમૃત 3.30થી 5.00 કલાક
6 પ્રધાનો સોમવારે ચાર્જ લેશે