ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી

રાજ્યના ગરીબ અને મધ્યમ બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009માં શરૂ કરવામાં આવેલ રાઈટ ટુ એજ્યુકેશન- RTE અંતર્ગત આ વર્ષે શિક્ષણ વિભાગને ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે કુલ કુલ 1,81,108 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. જ્યારે ગત વર્ષે કુલ 2,04,420 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાં ફક્ત 1,19,697 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી
રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી

By

Published : Jul 6, 2021, 7:10 PM IST

  • રાજ્યમાં RTE અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
  • રાજ્યના શિક્ષણ વિભાગને 1,81,108 અરજીઓ મળી
  • સૌથી વધુ અરજી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482
  • સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લા 47
  • હવે 10 જુલાઈ સુધી સ્ક્રૂટિની કરવામાં આવશે

ગાંધીનગરઃગુજરાત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધોરણ-1માં મફત પ્રવેશ મેળવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન( RTE ) અંતર્ગત 5 જુલાઇના રોજ અરજી માટેનો અંતિમ દિવસ હતો. આમ 5 જૂલાઇના રાત્રિના 12 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ધોરણ એકમાં મફત પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકતાં હતાં, પરંતુ હવે તે અરજીનો સમય પૂર્ણ થયો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા 10 જુલાઇ સુધીમાં આવેલા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાંથી અધૂરી વિગત ધરાવતા ફોર્મ રદ કરવામાં આવશે. 10 જુલાઇ સુધી વાલીઓ દ્વારા પણ ફોર્મ રદ કરાવી શકાય છે.

આ પણ વાંચોઃ FEE અને RTE મામલે ભૂપેન્દ્રસિંહનું મોટું નિવેદન



સૌથી વધુ અરજી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં, સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લામાં

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઇ છે. રાઇટ ટુ એજ્યુકેશન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482 જેટલી અરજી શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ છે. જે રાજ્યમાં સૌથી વધુ અરજી ધરાવતું શહેર બન્યું છે. જ્યારે સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લાથી પ્રાપ્ત થઈ છે, ડાંગ જિલ્લામાંથી ફક્ત 47 અરજીઓ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રાપ્ત થઈ છે


શહેર અને જિલ્લા પ્રમાણે અરજીની વિગતો

અમદાવાદ જિલ્લો 5106

અમદાવાદ શહેર 30,482

અમરેલી 3035

આણંદ 4573

અરવલ્લી 1236

બનાસકાંઠા 3382

ભરૂચ 3928

ભાવનગર 3558

ભાવનગર કોર્પોરેશન 3693

બોટાદ 2181

છોટાઉદેપુર 667

દાહોદ 1978

ડાંગ 47

દેવભૂમિ દ્વારકા 1952

ગાંધીનગર 3475

ગાંધીનગર કોર્પોરેશન 879

ગીર સોમનાથ 3288

જામનગર 2531

જામનગર કોર્પોરેશન 3827

જૂનાગઢ 5133

ખેડા 3259

કચ્છ 4432

મહેસાણા 3640

મહીસાગર 1001

મોરબી 4178

નર્મદા 529

નવસારી 1946

પંચમહાલ 2170

પાટણ 2213

પોરબંદર 1863

રાજકોટ 8238

રાજકોટ કોર્પોરેશન 11,863

સાબરકાંઠા 1999

સુરત 6163

સુરત કોર્પોરેશન 24,163

સુરેન્દ્રનગર 4191

તાપી 689

વડોદરા 3633

વડોદરા કોર્પોરેશન 8405

વલસાડ 1582


7 કોર્પોરેશન વિસ્તારમાંથી 83,285 અરજીઓ

રાજ્યના મહત્વના શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર શહેરમાંથી જ રાઇટ ટુ એજ્યુકેશન (RTE ) અંતર્ગત કુલ 83,285 અરજીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30,482 સુરત કોર્પોરેશન વિસ્તારમાંથી 24,163 રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાંથી 11,863 વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંથી 8405 ભાવનગર કોર્પોરેશનથી 3693, જામનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 3827 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી 879 અરજીઓ પ્રાપ્ત થઈ છે. આમ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં 30,482 સૌથી વધુ અરજીઓ અને રાજકીય પાટનગર ગાંધીનગરમાં 879 અરજીઓ રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) અંતર્ગત પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ લઘુતમને જ્યારે મહત્તમ માની લેવામાં આવે

ABOUT THE AUTHOR

...view details