ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 17 કેસ નોંધાયા, શાળા કોલોજોમાં યોજાશે વેક્સિનેશન કેમ્પ - Corona News

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat News
Gujarat News

By

Published : Aug 25, 2021, 10:39 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
  • 17 દર્દીઓ કોરોનાને માત આપી
  • અમદાવાદમાં 2, વડોદરા 2, ગાંધીનગર 1, સુરત 2 અને રાજકોટમાં 00 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 17 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં અને 3 જિલ્લા દાહોદ, સુરત અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 02 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 3,46,880 રસીકરણ થયું

રાજ્યમાં આજે 25 ઓગષ્ટના રોજ 3,46,880 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,39,78,413 થઈ છે. આજે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 1,41,284 નાગરિકને પ્રથમ ડોઝ અને 71,357 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં 4.39 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

શિક્ષક દિન સુધી તમામ શિક્ષકોને વેક્સિન

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં કહ્યું કે, કેન્દ્ર સરકારની 5 સપ્ટેમ્બર સુધી તમામ શિક્ષકોને વેક્સિન આપવાની મુહિમ ચલાવવામાં આવશે. રાજ્યની તમામ શાળાઓ કોલેજોમાં ખાસ વેક્સિન સેન્ટર ઉભુ કરવામાં આવશે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત શાળા અને કોલેજના શૈક્ષણિક સ્ટાફ સહિત તમામ સ્ટાફને વેક્સિનેશન કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં વધુ વ્યક્તિનો જથ્થો પુરો પાડવાની સૂચના પણ આરોગ્ય વિભાગને આપવામાં આવી છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 159 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 154 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,079 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,108 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details