ગુજરાત

gujarat

ETV Bharat / city

બાયોડિઝલ વિરુદ્ધ સરકારની લાલ આંખ:  છેલ્લા 6 માસમાં પેટ્રોલ-ડીઝલમાં 1662 કરોડની આવક: પ્રદીપસિંહ જાડેજા - petrol-diesel

રાજ્યમાં ડિઝલમાં ભેળસેળ કરી પ્રદુષણમાં વધારો કરવાવાળા, મશીનરી બગાડવાવાળા અને રાજ્યની તિજોરીને નુક્સાન કરવાવાળા લોકો સામે PBM હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે બાયોડિઝલ બાબતે ગૃહ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને કડક હાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પ્રદીપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા

By

Published : Aug 27, 2021, 6:54 PM IST

  • છેલ્લા 6 માસમાં પેટ્રોલ-ડિઝલના વેચાણની આવકમાં 11 ટકાનો વધારો થયો છે
  • રાજયમાં 324 ગુના દાખલ કરી 484 આરોપીઓની અટકાયત કરાઇ
  • રૂપિયા 22.31 કરોડથી વધુનો મુદામાલ સીઝ કરાયો

ગાંધીનગર : રાજ્યમાં ખાનગી બસો અને ટ્રક સંચાલકો દ્વારા ડીઝલના નામે બાયોડીઝલ પુરાવીને પ્રદૂષણમાં વધારો કરવામાં આવી રહ્યો છે, સાથે જ રાજ્ય સરકારની તિજોરી પર પણ અસર થઇ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદુષણ ફેલાવે છે

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, બાયોડિઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઇંધણો જેવા કે સોલ્વન્ટ, બેઝ ઓઇલ, યુઝ્ડ એન્જીન ઓઇલ વગેરેમાં વધારે માત્રામાં પ્રદુષકો હોય છે. જેના પરિણામે વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદુષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પહોંચાડે છે.

આ પણ વાંચો- ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસની લાલઆંખ

ભેળસેળયુક્ત ઇંધણના પ્રતિબંધના કારણે ડિઝલના વપરાશમાં વધારો થશે

આ અસરોને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે બાયોડિઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઇંધણ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના લીધે ભેળસેળયુક્ત ઇંધણના પ્રતિબંધના કારણે ડિઝલના વપરાશમાં વધારો થશે અને રાજ્ય કરવેરાની આવક પણ વધશે તેમજ વાહનોની કાર્યક્ષમતામાં વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે.

ગૃહ વિભાગ દ્વારા ઘડાયો એક્શન પ્લાન

બાયોડિઝલ બાબતે ગૃહ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને કડક કામગીરી શરૂ કરી દેવાઇ છે અને રાજ્ય સરકારના આ ઝુંબેશના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં 324 ગુના દાખલ કરી 484 આરોપીઓની અટકાયત કરીને રૂપિયા 22.31 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે 38,95,817.28 લીટર મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ઉપરાંત રૂપિયા 11,36,23,000 કિંમતના 222 વાહનો પણ સીઝ કરાયા છે અને આગામી સમયમાં પણ કડક હાથે ચુસ્ત કામગીરી માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.

બાયોડિઝલ વાપરવાથી એન્જીનમાં થાય છે નુક્સાન

આવા ઇંધણો જો વાહનોમાં બળતણ તરીકે વપરાય તો તે વાહનોના એન્જીનને લાંબાગાળે વધુ નુક્સાન પહોંચાડી શકે છે અને તેનાથી વાહનોની મરામતનો ખર્ચ વધી શકે છે તેમજ કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગામ (NCAP) અંતર્ગત મિશન સ્વરૂપે એમ્બીયન્ટ એર ક્વોલીટી સુધારા માટે બનાવાયેલા એર એકશન પ્લાનના અમલીકરણમાં વિપરીત અસરો આવી શકે તેમ છે. તેને ધ્યાને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે.

ભેળસેળ કરેલા પેટ્રોલ-ડિઝલનું અનઅધિકૃત વેચાણ અટકાવવા પ્લાન તૈયાર

રાજ્યમાં બાયોડિઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ તથા સોલ્વન્ટ, બેજ ઓઇલ, યુઝ એન્જીન ઓઇલ વગેરેથી ભેળસેળ કરેલા પેટ્રોલ-ડિઝલનું અનઅધિકૃત વેચાણ અટકાવવા અંગેનો એકશન પ્લાન તૈયાર કરીને તેનો ચુસ્ત અમલ પણ શરૂ કરી દેવાયો છે અને રાજ્યના DGP સીધા નિયંત્રણ હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલના વડા એડિશનલ DGPની ટીમ દ્વારા રોજબરોજના મોનીટરીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

PMB હેઠળ થશે કાર્યવાહી

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પદાર્થોને આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ-1955 હેઠળ આવરી લેવામાં આવે છે. આથી, સદર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો બને છે તથા કાળાબજારી જેવી પ્રવ્રુતિઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમના મૂળ હેતુને પ્રભાવહિન કરતા આવા શખ્સ પર નિયમાનુસાર જરૂર જણાય તો PBM સહીતના કડક પગલાં લઈ શકાય છે.

આ પણ વાંચો- ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસની લાલઆંખ

પેટ્રોલ-ડિઝલમાં આવક વધી

સમગ્ર ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થનું અનઅધિકૃત વેચાણ કરતા રીટેઈલ યુનિટ, મોબાઈલ ડીસ્પેન્સીંગ યુનિટ વગેરે વિરૂધ્‍ધ એડીશનલ DGP કક્ષાના અધિકારીના વડપણ હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમજ સ્ટેટ CID Crime અને ગુજરાત ATSના અધિકૃત અધિકારીઓએ પણ આ કાર્યવાહી હાથ ધરવાની રહેશે અને આ બાબતને ટોચ અગ્રતા આપવાની રહેશે. બાયોડિઝલના નામે ભળતા ઇંધણોના અનઅધિકૃત વેચાણની તાત્કાલિક અસરથી બંધ કરાવવાના કારણે છેલ્લા 6 માસમાં પેટ્રોલ-ડિઝલના વેચાણની આવકમાં 11 ટકાનો વધારો થયો છે અને તેના કારણે રાજ્ય કરવેરાની આવકમાં પણ રૂપિયા 1662 કરોડનો વધારો થયો છે અને 7,92,433 કિલો લીટર ડિઝલનો વપરાશ થવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details