- રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 1640 કેસ નોંધાયા
- કોરોનાથી 4 દર્દીના મોત
- અમદાવાદ શહેરમાં સૌથી વધુ 481 કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 1110 દર્દીને સારવાર બાદ અપાઈ રજા
અમદાવાદ: રાજ્યમાં કોરોના રસીકરણમાં હવે 60 થી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 1640 કેસ નોંધાયા છે. જેની સામે 1110 દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ફુલ 2,76,348 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. જેને લઇને રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચી ગયો છે.
રાજ્યના 70 ટકા કેસ 4 મોટા મહાનગરોમાં નોંધાયા
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના 70 ટકા જેટલા કેસ ચાર મોટા મહાનગરોમાં નોંધાયા છે. તો આ તરફ ભાવનગર, ખેડા અને દાહોદમાં પણ સતત કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યના સૌથી મોટા બે શહેરો અમદાવાદ અને સુરતમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સુરત શહેરમાં બે લોકોના મોત, તો અમદાવાદ શહેરમાં પણ બે લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં ફેલાયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદના શહેર વિસ્તારમાં 481 કોરોનાના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 429, વડોદરા શહેરમાં 139, રાજકોટ શહેરમાં 126, સુરત જિલ્લામાં 54, ખેડામાં 41 રાજકોટ જિલ્લામાં 26, ભાવનગર શહેરમાં 23, દાહોદ અને પંચમહાલમાં 23, જામનગર શહેરમાં 22, વડોદરા જિલ્લામાં 20, ગાંધીનગર શહેરમાં 19, કચ્છ અને મોરબીમાં 17, નર્મદામાં 16, ગાંધીનગર જિલ્લા અને પાટણમાં 15, ભરૂચમાં 14, મહેસાણામાં 12, અમરેલીમાં 10, આણંદ ભાવનગર અને જૂનાગઢ શહેરમાં 9, ગીર સોમનાથ અને નવસારીમાં 8, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં 7, બનાસકાંઠા અને જામનગરમાં 6, છોટાઉદેપુર અને મહીસાગરમાં 4, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં 3, અમદાવાદ જિલ્લા, અરવલ્લી અને જૂનાગઢ જિલ્લામાં 2, બોટાદ અને ડાંગમાં એક-એક કેસ, તો પોરબંદરમાં એક પણ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચોઃ સુરતમાં કોરોનાનો કહેર વધતા ડીંડોલીમાં 8,00 મકાનોના 3,500 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા