ગાંધીનગર:14મી વિધાનસભાનો 31 માર્ચ 2022 એ બજેટ સત્રનો અંતિમ દિવસ હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી પોલીસ ગ્રેડ પે બાબતે હવે ફરીથી માંગ ઉઠી રહી હતી. એક મહિલા કોન્સ્ટેબલને(Female constable) અટકાયત કરીને તેઓને જામીન આપવામાં આવી હતી. ત્યારે જ ગુજરાત વિધાનસભાની સીડી આગળ SRPની એક જવાન(A young man from SRP) ગ્રેડ પે બાબતે ધરણા પર બેઠા હતા અને પોલીસે અનેક વખત સમજાવ્યા છતાં ના સમજતા અંતે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં(Sector-7 Police Station) અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Police Grade-Pay: ડીસામાં વિવિધ સંગઠનોએ ગ્રેડ-પે વધારવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
કોણ છે વિરોધ કરનાર પોલીસ જવાન - સંજય પટેલ નામનો SRP જવાન પોલીસ ગ્રેડ પે બાબતે વિધાનસભાની સીડીની બહાર જ રોડ ઉપર બેસીને સરકારનો વિરોધ કરીને રાજ્ય સરકાર પોલીસના ગ્રેડ પેમાં વધારો કરે તેવી માંગ સાથે તેના પર બેઠા હતા આ વાતની પોલીસને ત્યાં આવતાં જ તાત્કાલિક ધોરણે ગાંધીનગર પોલીસ ત્યાં પહોંચી હતી. SRP જવાનને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ એસઆરપી જવાન કોઈપણ પ્રકારની વાત સમજવા તૈયાર ન હતા. રાજ્ય સરકાર ગ્રેડ પે વધારે તેવી એક જ માંગ કરી રહ્યા હતા. તેમજ અંતે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં SRP જવાનની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.